મહેસાણા જિલ્લાનું ધોરણ 10નું પરિણામ 88.14 ટકા જાહેર
મહેસાણા,06 મે (હિ.સ.) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 10ના પરિણામમાં મહેસાણા જિલ્લાએ 88.14 ટકાનું નોંધપાત્ર પરિણામ હાંસલ કર્યું છે. પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષણજગતમાં ખુશીની લાગણી પ્ર
મહેસાણા જિલ્લાનું ધોરણ 10નું પરિણામ 88.14 ટકા જાહેર


મહેસાણા,06 મે (હિ.સ.) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 10ના પરિણામમાં મહેસાણા જિલ્લાએ 88.14 ટકાનું નોંધપાત્ર પરિણામ હાંસલ કર્યું છે. પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષણજગતમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.

માહિતી મુજબ, મહેસાણા જિલ્લામાંથી કુલ 25 હજાર 615 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા આપી હતી. તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સફળ થતા જિલ્લાનો પરિણામ દર 88.14 ટકા સુધી પહોંચ્યો છે. સારા પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ પોતાના માર્કશીટ અને ગુણાંક જાણવા માટે ઓનલાઈન વેબસાઇટ તેમજ શાળાઓમાં પહોંચ્યા હતા. અનેક વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ ગુણ પ્રાપ્ત કરી પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે. સફળ થયેલા વિદ્યાર્થીઓને શિક્ષકો અને વાલીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

શિક્ષણવિદોના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને વાલીઓના સહકારના કારણે જિલ્લામાં સારો પરિણામ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિદ્યાર્થીઓએ ઉત્તમ દેખાવ કરતાં શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક સંકેતો મળ્યા છે.

પરિણામ જાહેર થતાં જ જિલ્લાની અનેક શાળાઓમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓએ મિત્રો અને શિક્ષકો સાથે ખુશી વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande