વડાપ્રધાન મોદીએ નિઃસ્વાર્થ સેવા અને કરુણાનો સંદેશ આપ્યો
નવી દિલ્હી, 06 મે (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, નિઃસ્વાર્થ સેવા, કરુણા અને માનવતાના મૂલ્યો પર ભાર મૂકતા એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે. તેમણે કહ્યું કે નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવેલું કાર્ય જ સાચી માનવતાની ઓળખ છે, જે માત્ર વ્યક્તિને આત્મિક સંત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 06 મે (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, નિઃસ્વાર્થ સેવા, કરુણા અને માનવતાના મૂલ્યો પર ભાર મૂકતા એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે. તેમણે કહ્યું કે નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવેલું કાર્ય જ સાચી માનવતાની ઓળખ છે, જે માત્ર વ્યક્તિને આત્મિક સંતોષ જ નથી આપતું પરંતુ સમાજના કલ્યાણમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

વડાપ્રધાને આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લખ્યું કે, કોઈ પણ સ્વાર્થ વિના કરવામાં આવેલા કર્મથી આંતરિક ખુશી મળે છે અને તે સમાજને પણ બહેતર બનાવે છે. તેમણે એક સુભાષિત પણ શેર કર્યું:

“अद्रोहः सर्वभूतेषु कर्मणा मनसा गिरा।

अनुग्रहश्च दानं च शीलमेतत्प्रशस्यते॥”

આ સુભાષિતનો અર્થ છે કે, તમામ પ્રાણીઓ પ્રત્યે મન, વચન અને કર્મથી કોઈ પણ પ્રકારનો દ્વેષ ન રાખવો, દરેક પ્રત્યે દયા અને અનુગ્રહનો ભાવ રાખવો તથા દાનશીલ હોવું - આ ગુણો સર્વોત્તમ આચરણ માનવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande