
પાટણ, 06 મે (હિ.સ.) : ભારતીય મઝદૂર સંઘ પાટણ જિલ્લા ટીમે આજે જિલ્લા કલેક્ટરને વિવિધ પડતર માંગણીઓ અને મજૂરોના હિતોને લગતા મુદ્દાઓ અંગે આવેદનપત્ર સુપ્રત કર્યું. આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને મોટી સંખ્યામાં હોદ્દેદારો તથા કાર્યકરો હાજર રહ્યા હતા. આવેદનપત્રમાં મજૂરોના હિતોને લગતી અનેક મહત્વપૂર્ણ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આશિષ દેલાકરે માહિતી આપતાં જણાવ્યું કે જિલ્લા ટીમ દ્વારા વિધિવત રીતે આ રજૂઆત કરવામાં આવી છે અને માંગણીઓ પર વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન પુરૂષો અને મહિલા સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને મજૂરોના હકોને મજબૂત રીતે રજૂ કર્યા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ