ખાતરના ભાવમાં વધારો થવાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો.
અમરેલી, 06 મે (હિ.સ.) સૌરાષ્ટ્ર ગુજરાતમાં સૌથી વધારે ખાતરની માંગ છે અને ખેડૂતો ખાતર દ્વારા ખેતી કરી રહ્યા છે રાસાયણિક ખાતરના ભાવમાં સતત વધારો થવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે યુદ્ધના કારણે ખાતરમાં ભાવમાં વધારો થયો હોવાનો અનુમાન લગાવી રહ્યા
ખાતરના ભાવમાં વધારો થવાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો.


અમરેલી, 06 મે (હિ.સ.) સૌરાષ્ટ્ર ગુજરાતમાં સૌથી વધારે ખાતરની માંગ છે અને ખેડૂતો ખાતર દ્વારા ખેતી કરી રહ્યા છે રાસાયણિક ખાતરના ભાવમાં સતત વધારો થવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે યુદ્ધના કારણે ખાતરમાં ભાવમાં વધારો થયો હોવાનો અનુમાન લગાવી રહ્યા છે

ચેતનભાઇ માલાણી અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામના છે પોતે ખેડૂત ખાતેદાર છે 40 વીઘા જમીન ધરાવે છે અને દર વર્ષે રાસાયણિક ખાતરોમાં ભાવ વધારો થયો છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે

ચેતન માલાણીએ જણાવ્યું કે, સતત ખાતરના ભાવમાં વધારો થયો છે રાસાયણિક ખાતરોના ભાવમાં વધારો થવાના કારણે ખેડૂતોને આર્થિક બોજો વધી રહ્યો છે ઉત્પાદનના ભાવ યોગ્ય મળી રહ્યા નથી જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે હાલ જ જોઈએ તો સરદાર એમોનિયમ સલ્ફેટ નો જુનો ભાવ 950 રૂપિયા હતો જે વધીને 1400 રૂપિયા જેટલો થયો છે એટલે કે 450 રૂપિયા જેટલો વધારો થયો હોવાનું અનુમાન છે તો સાથે જ સરદાર એપીએસ 1450 રૂપિયાની એક બેક આવતી હતી જે આજે વધીને 2250 સુધીની પહોંચી છે જેથી કહી શકાય છે કે ખેડૂતો માથે ખાતરના ભાવ વધવાના કારણે આર્થિક બોજો વધી રહ્યો છે ખેડૂતો વાર્ષિક અંદાજિત 50 થી લઈને 20 બેગ સુધી ખાતરની ખરીદી કરતા હોય છે જેથી તેઓને હજારો રૂપિયાનો બોજો વધી રહ્યો છે.

ખેડૂતોની માથે જેમ આર્થિક ભારણ ખાતરનું વધી રહ્યું છે, તેમ સરકારે ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે. મગફળી હોય કપાસ હોય જણાવો જેના ભાવમાં પણ વધારો કરવો જોઈએ ટેકાના ભાવે જો વધારો ખેડૂતોને મળે તો ખેડૂતોને આ જે ખાતરમાં જે આર્થિક ભરણ વધુ છે જે સમકક્ષ બની શકે..

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande