
અમરેલી, 06 મે (હિ.સ.)વરિયાળીના શરબતના વેચાણમાં પણ વધારો થયો છે એક કિલો વરિયાળી નો ભાવ ₹400 થી 500 રૂપિયા બોલાઈ રહ્યો છે .
રાહુલભાઈ ડોડીયા એ જણાવ્યું કે, સાવરકુંડલા શહેરમાં તેઓ વરિયાળીનું શરબતનું વેચાણ કરે છે દર વર્ષે તેઓ સિદ્ધનેબલ શરબતનું વેચાણ કરતા હોય છે ચાલુ સિઝનમાં છેલ્લા દસ દિવસમાં વરિયાળીના શરબત ના વેચાણમાં 50% સુધીનો વધારો થયો છે કોલ્ડ્રીંક્સ ના બદલે હવે લોકો વરિયાળી શરબત અને લીંબુ શરબતની વધુ માંગ કરી રહ્યા છે રોજના 100 થી વધુ વ્યક્તિઓ વરિયાળી શરબત પિતા થયા છે શરૂઆતના સમયમાં 20 થી 30 વ્યક્તિઓ શરબત પીવા માટે આવતા હતા પરંતુ હવે સતત વધારો થઈ રહ્યો છે.
હરેશભાઈ મહેતાએ જણાવ્યું કે, અમરેલી શહેરમાં હોલસેલ અનાજ કિરાણા ની શોપ ચલાવે છે હાલના સમયમાં વરિયાળીનું વેચાણમાં વધારો થયો છે રોજની પાંચથી આઠ કિલો સુધી વરીયાળીનું વેચાણ થઈ રહ્યું છે એક કિલો નો ભાવ ₹400 થી 500 રૂપિયા સુધી રીટેલમાં હાલ બોલાઈ રહ્યો છે અને હોલસેલ માર્કેટમાં 6,000 થી 10,000 રૂપિયા સુધી ૨૦ કિલો નો ભાવ બોલાઈ રહ્યો છે ઉનાળાના કારણે ભાવમાં વધારો થયો છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai