વલસાડ એલસીબીએ રૂ. 64.13 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
વાપી , 06 મે (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે પ્રોહિબિશન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં મહારાષ્ટ્ર તરફથી ટાટા ટેમ્પોમાં ચોરીછૂપીથી લાવવામાં આવતો રૂ.૫૪.૧૩ લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ રૂ.૬૪.૧૩ લાખનો મુદ્દામાલ કબજે કર્ય
વલસાડ એલસીબી દ્વારા વાપી જીઆઈડીસી વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવેલ ટાટા ટેમ્પો.


વાપી , 06 મે (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે પ્રોહિબિશન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં મહારાષ્ટ્ર તરફથી ટાટા ટેમ્પોમાં ચોરીછૂપીથી લાવવામાં આવતો રૂ.૫૪.૧૩ લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ રૂ.૬૪.૧૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઘટનામાં ટેમ્પો ચાલક ફરાર થઈ જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી દ્વારા પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ.રોઝના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન અ.હે.કો. મહેન્દ્રભાઈ ગુરજીભાઈને બાતમી મળી હતી કે એક ટાટા ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે વાપી જીઆઈડીસી વિસ્તારમાં યુપીએલ ઓવરબ્રિજ પહેલાં નેશનલ હાઈવે નં.૪૮ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન ટાટા ટેમ્પો નં. GJ-20-X-0520 ને અટકાવી તપાસ કરતા તેમાં રાખેલા પુઠ્ઠાના બોક્સમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ૫૭૬ બોક્સમાં રહેલી કુલ ૨૭,૬૪૮ બોટલ વિદેશી દારૂ, જેની કિંમત રૂ.૫૪,૧૩,૪૪૦ થાય છે, તેમજ રૂ.૧૦ લાખનો ટેમ્પો મળી કુલ રૂ.૬૪,૧૩,૪૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મામલે એલસીબીના આ.હે.કો. ઓમપ્રકાશસિંહ રણબહાદુરસિંહે વાપી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કામગીરી પો.સ.ઈ. જે.જી. વસાવા, અ.હે.કો. મહેન્દ્ર ગુરજીભાઈ, રજનીકાંત રમેશભાઈ, કનકસિંહ દોલુભા, ઓમપ્રકાશસિંહ રણબહાદુરસિંહ તથા અ.પો.કો. નીતીન બાબુલાલ સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande