રાજ્ય સરકારના ગેઝેટ મુજબ 1 જૂનથી ગુજરાતમાં વસતી ગણતરીનો પ્રારંભ
- પરિવારદીઠ 33 સવાલ પૂછવામાં આવશે.- 17 મેથી તમે જાતે પણ માહિતી નોંધાવી શકશો. ગાંધીનગર, 06 મે (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી ને લઈને પાછળ લઈ જવામાં આવેલ ગુજરાતમાં વસતી ગણતરીને લઈ મહત્વપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારના ગેઝેટ
census in Gujarat will begin from June 1.


- પરિવારદીઠ 33 સવાલ પૂછવામાં આવશે.- 17 મેથી તમે જાતે પણ માહિતી નોંધાવી શકશો.

ગાંધીનગર, 06 મે (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી ને લઈને પાછળ લઈ જવામાં આવેલ ગુજરાતમાં વસતી ગણતરીને લઈ મહત્વપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારના ગેઝેટ મુજબ રાજ્યમાં 1 જૂન 2026થી 30 જૂન 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ ઓપરેશન હાથ ધરાશે. આ તબક્કામાં દરેક મકાન, રહેણાંક એકમ તેમજ ઘરેલુ માહિતી એકત્રિત કરવામાં આવશે અને પરિવારદીઠ આશરે 33 સવાલો પૂછવામાં આવશે.હાઉસ ટુ હાઉસ ગણતરી શરૂ થાય તે પહેલાં નાગરિકોને પોતાની માહિતી જાતે જ નોંધાવવાની તક આપવામાં આવશે. 17 મે થી 31 મે દરમિયાન “સેલ્ફ એન્યુમેરેશન” (Self Enumeration) પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં લોકો પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે.

ગુજરાતમાં 1 જૂનથી 30 જૂન સુધી હાઉસ લિસ્ટિંગ ઓપરેશન હાથ ધરાશે,વસતી ગણતરીના પ્રથમ તબક્કાના ભાગરૂપે 1 જૂથી ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ લિસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરાશે. ઘરે ઘરે જઈ કર્મચારીઓ દ્વારા પરિવારદીઠ 33 સવાલો પૂછવામાં આવશે.1 જૂનથી ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ લિસ્ટિંગ કાર્યવાહી શરૂ થશે. આ પહેલા 17 મે થી 31 મે સુધી લોકો જાતે માહિતી નોંધાવવાની તક પણ આપવામાં આવશે. કઈ રીતે સેલ્ફ એન્યુમેરેશન થશે તે ગ્રાફિક્સની મદદથી સમજીએ.

વસતી ગણતરીને સફળ બનાવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે.

10 મે થી 15 મે 2026 દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે. ગણતરીકારો અને સુપરવાઈઝરોને આધુનિક ટેક્નોલોજી આધારિત તાલીમ આપવામાં આવશે, જેમાં મોબાઇલ એપ્લિકેશન અને CMMS પોર્ટલનો ઉપયોગ કરીને ડેટા એકત્રિત કરવામાં આવશે અને રિયલ-ટાઈમ મોનિટરિંગ શક્ય બનશે. દેશભરમાં આશરે 100 રાષ્ટ્રીય ટ્રેનર્સ, 2000 માસ્ટર ટ્રેનર્સ અને 44000 ફીલ્ડ ટ્રેનર્સ દ્વારા લાખો ગણતરીકારોને તાલીમ આપવામાં આવશે.

આ વસતિ ગણતરીમાં આધુનીક ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ થશે, જેમાં દરેક ઘરને ડિજિટલ મેપ પર ‘ડિજી ડોટ’ તરીકે દર્શાવવામાં આવશે. આથી આપત્તિના સમયે બચાવ કામગીરીમાં મદદ મળશે, સીમાંકન પ્રક્રિયા વધુ સરળ બનશે અને શહેરી આયોજનમાં પણ સચોટતા આવશે.

તે ઉપરાંત, શહેરીકરણ અને સ્થળાંતરના દર અંગે સચોટ માહિતી મળશે અને આગામી વર્ષોમાં વિકાસના મૂલ્યાંકન માટે મદદરૂપ થશે. સાથે જ, આધાર સાથે જોડાયેલ જિયો-ટેગિંગ દ્વારા મતદાર યાદીને વધુ સચોટ બનાવવામાં અને ડુપ્લિકેટ નામો દૂર કરવામાં પણ સહાય મળશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande