પાલનપુરના સામઢીમાં પરિણીતા પર ત્રાસ મામલે ચાર સામે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
પાટણ, 06 મે (હિ.સ.) : પાલનપુર તાલુકાના સામઢી ગામમાં એક પરિણીતાએ પતિ સહિત સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવાના આક્ષેપ સાથે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પતિ, સાસુ, નણંદ અને મામા સસરા સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
સામઢીમાં પરિણીતા પર ત્રાસ મામલે ચાર સામે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

પાટણ, 06 મે (હિ.સ.) : પાલનપુર તાલુકાના સામઢી ગામમાં એક પરિણીતાએ પતિ સહિત સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવાના આક્ષેપ સાથે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પતિ, સાસુ, નણંદ અને મામા સસરા સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

માહિતી મુજબ, પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના એદલા ગામની અસ્મિતાબેન દિનેશભાઈ રબારીના લગ્ન 11 ફેબ્રુઆરી 2022ના રોજ સામઢીના દિનેશભાઈ બબાભાઈ રબારી સાથે થયા હતા. લગ્ન બાદ સાસુ બબીબેન, નણંદ હેતલબેન અને મામા સસરા રમેશભાઈ દ્વારા નાની બાબતોમાં ઝઘડા કરી પતિને ઉશ્કેરવામાં આવતા, પતિ દ્વારા અસ્મિતાબેનને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

8 એપ્રિલ 2024ના રોજ ઘરકામ દરમિયાન થયેલી બોલાચાલીમાં પતિ અને નણંદે તેમને માર માર્યો હતો અને સાસુ-નણંદ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. ફરિયાદી પગે અપંગ હોવા છતાં તેમના પિયર પક્ષને પણ ગાળો આપી અપમાનિત કરવામાં આવ્યા હતા. ત્રાસ વધતા 13 એપ્રિલે અસ્મિતાબેન પોતાના પિયર ગયા હતા, જ્યાંથી સાસરી પક્ષ દ્વારા ફરી ધમકીઓ આપવામાં આવી. લાંબા સમય સુધી કોઈ સમાધાન ન આવતા તેમણે વાગડોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી.એન.એસ.એસ.ની કલમ 173 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande