પાટણના લક્ષ્મીપરામાં પુરુષોત્તમ માસની પવિત્ર અગિયારસ નિમિત્તે ભજન-સત્સંગ કાર્યક્રમ યોજાયો.
પાટણ, 12 જૂન (હિ.સ.) પાટણના મીરા દરવાજા વિસ્તારના લક્ષ્મીપરામાં આવેલા સંત શ્રી લાલ તથા રાઘવેન્દ્ર સરકાર પરિવાર મંદિરે પુરુષોત્તમ માસની પવિત્ર અગિયારસ નિમિત્તે ભજન-સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. ગુરુવારે રાત્રે 8થી 11 વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્ર
પાટણના લક્ષ્મીપરામાં પુરુષોત્તમ માસની પવિત્ર અગિયારસ નિમિત્તે ભજન-સત્સંગ કાર્યક્રમ યોજાયો.


પાટણ, 12 જૂન (હિ.સ.) પાટણના મીરા દરવાજા વિસ્તારના લક્ષ્મીપરામાં આવેલા સંત શ્રી લાલ તથા રાઘવેન્દ્ર સરકાર પરિવાર મંદિરે પુરુષોત્તમ માસની પવિત્ર અગિયારસ નિમિત્તે ભજન-સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. ગુરુવારે રાત્રે 8થી 11 વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન વંદનીય રતિલાલ રામચંદજી પરિવારના હસ્તે તથા મનીષા વિનોદકુમાર ઠક્કરના સહયોગથી કરવામાં આવ્યું હતું.

ભજન-સત્સંગ દરમિયાન પિતૃઓની તૃપ્તિ અને તેમની સ્મૃતિના સન્માનમાં ફરાળ પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. લાલ સાહેબ કમિટીના જણાવ્યા મુજબ આ ધામ તમામ સમાજના ભક્તો માટે ખુલ્લું છે, જ્યાં અગિયારસે ભજન-સત્સંગ અને અમાસે આનંદના ગરબાના કાર્યક્રમો નિયમિતપણે યોજાય છે. ઉપરાંત પુણ્યતિથિ, જન્મજયંતિ, લગ્નવર્ષગાંઠ અને અન્ય શુભ પ્રસંગોએ પણ અહીં ધાર્મિક કાર્યક્રમો યોજી શકાય છે.

દાતાઓના સહયોગથી નિર્મિત એર કન્ડિશન્ડ હોલ, ઠંડા પાણી, ચા-કોફી અને પ્રસાદ જેવી સુવિધાઓ ભક્તોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બહારગામથી આવતા ભજન મંડળો પણ અહીં ભક્તિરસની સરવાણી વહાવે છે. ભક્તોના મતે આવા ધાર્મિક કાર્યક્રમો મનને શાંતિ, સંસ્કાર અને જીવનને નવી દિશા આપે છે તેમજ સમાજમાં આધ્યાત્મિક જાગૃતિ અને એકતાનો સંદેશ પ્રસરાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande