આદિત્યાણા ગામે પાણી ભરવાના મામલે બે પરિવાર વચ્ચે ઘીગાણું.
પોરબંદર, 12 જૂન (હિ.સ.)રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે પાણી ભરવાના મામલે બે પરિવાર વચ્ચે થયેલી બોલાચાલી ઉગ્ર બની જતાં મારામારીની ઘટના સામે આવી છે. ઘટનામાં બંને પક્ષે એકબીજા સામે હુમલો, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આક્ષેપો સાથે પોલીસ
આદિત્યાણા ગામે પાણી ભરવાના મામલે બે પરિવાર વચ્ચે ઘીગાણું.


પોરબંદર, 12 જૂન (હિ.સ.)રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે પાણી ભરવાના મામલે બે પરિવાર વચ્ચે થયેલી બોલાચાલી ઉગ્ર બની જતાં મારામારીની ઘટના સામે આવી છે. ઘટનામાં બંને પક્ષે એકબીજા સામે હુમલો, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આક્ષેપો સાથે પોલીસમાં સામસામી ફરિયાદો નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મિલન નાનજી મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના માતા-પિતા અને બાજુમાં રહેતા કાકા-કાકી વચ્ચે પાણી ભરવાના મુદ્દે બોલાચાલી અને ઝઘડો ચાલી રહ્યો હતો. દરમિયાન તેઓ વચ્ચે પડતાં આરોપી સવજી ભીખુ મકવાણા, આશાબેન સવજી મકવાણા અને નિલેષ સવજી મકવાણા ઉશ્કેરાઈ ગયા હતા. ફરિયાદ મુજબ આરોપીઓએ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં નિલેષ મકવાણાએ કુહાડી વડે માથાના ભાગે હુમલો કરી ઈજા પહોંચાડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.બીજી તરફ આશાબેન સવજી મકવાણાએ પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે પાણી ભરવાના મુદ્દે તેમના જેઠ નાનજીભાઈ ભીખુ મકવાણા સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો.આ દરમિયાન નાનજીભાઈ ભીખુ મકવાણા, મિલન નાનજીભાઈ મકવાણા, રેખાબેન નાનજીભાઈ મકવાણા અને હતેલ નાનજીભાઈ મકવાણાએ ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડવામાં આવી હોવાનું અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ઘટનાને પગલે પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande