અમિત શાહે, અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી
નવી દિલ્હી, 12 જૂન (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શુક્રવારે, અમરનાથ યાત્રાની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. ગૃહ મંત્રીએ સંબંધિત અધિકારીઓને યાત્રાના શાંતિપૂર્ણ, સલામત
શાહ


નવી દિલ્હી, 12 જૂન (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શુક્રવારે, અમરનાથ યાત્રાની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

ગૃહ મંત્રીએ સંબંધિત અધિકારીઓને યાત્રાના શાંતિપૂર્ણ, સલામત અને સરળ સંચાલન માટે તમામ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, સેના પ્રમુખ, સીઆરપીએફના મહાનિદેશક અને ગૃહ મંત્રાલય, સુરક્ષા એજન્સીઓ અને વહીવટીતંત્રના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં અમરનાથ યાત્રા દરમિયાન યાત્રાળુઓની સુરક્ષાની સ્થિતિ, માર્ગોની દેખરેખ, આપત્તિ વ્યવસ્થાપન, તબીબી સુવિધાઓ, ટ્રાફિક વ્યવસ્થાપન અને વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલનની સમીક્ષા કરવામાં આવી હતી. ગૃહ મંત્રીએ સંબંધિત અધિકારીઓને યાત્રાના શાંતિપૂર્ણ, સલામત અને સરળ સંચાલન માટે તમામ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં સુરક્ષા સ્થિતિ, યાત્રાળુઓની સુવિધા અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની તકેદારી જાળવવા જેવા મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સરકારનો ઉદ્દેશ દેશભરમાંથી આવતા યાત્રાળુઓને સલામત અને અવિરત મુસાફરીનો અનુભવ પ્રદાન કરવાનો છે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે યોજાતી અમરનાથ યાત્રામાં દેશના વિવિધ ભાગોમાંથી લાખો ભક્તો ભાગ લે છે, જેને ધ્યાનમાં રાખીને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર/સુશીલ કુમાર/પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande