એએમસી દ્વારા મધ્ય અને ઉત્તર ઝોનના નાગરિકો માટે 'જન કલ્યાણ શિબિર'આયોજન
અમદાવાદ, 12 જૂન (હિ.સ.) : રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાઓએ નાગરિકો માટે સરકારી યોજનાઓનો લાભ, નાગરિક સુવિધાઓ, માર્ગદર્શન માટે ''જન કલ્યાણ શિબિર''આયોજન કર્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મધ્ય અને ઉત્તર ઝોનના નાગરિકો માટે આજે સવારે 9.00 વ
એએમસી દ્વારા મધ્ય અને ઉત્તર ઝોનના નાગરિકો માટે 'જન કલ્યાણ શિબિર'આયોજન


અમદાવાદ, 12 જૂન (હિ.સ.) : રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાઓએ નાગરિકો માટે સરકારી યોજનાઓનો લાભ, નાગરિક સુવિધાઓ, માર્ગદર્શન માટે 'જન કલ્યાણ શિબિર'આયોજન કર્યું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મધ્ય અને ઉત્તર ઝોનના નાગરિકો માટે આજે સવારે 9.00 વાગ્યે એક વિશેષ ‘જન કલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ, નાગરિક સુવિધાઓ, માર્ગદર્શન અને અરજીઓનો નિકાલ એક જ સ્થળેથી પૂરો પાડવાનો છે.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલા, મેયર હિતેશ બારોટ તેમજ સંસદ સભ્યો દિનેશ મકવાણા, હસમુખ પટેલ, દેવસિંહ ચૌહાણ અને નરહરિ અમીન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તંત્ર દ્વારા બંને ઝોનના નાગરિકોને આ શિબિરનો મોટી સંખ્યામાં લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande