પાટણ શહેરના ગિરધારીપાડામાં આવેલું શ્રી વિઠ્ઠલનાથજી મંદિરે અધિક માસે અન્નકૂટ મહોત્સવ યોજાશે
પાટણ, 12 જૂન (હિ.સ.) : પાટણ શહેરના ગિરધારીપાડામાં આવેલું શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનું મંદિર અત્યંત પ્રાચીન અને ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિર પરિસરમાં સ્વયંભૂ આંબેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે, જે વધુ પ્રાચીન હોવાનું મનાય છે. ભગવાન વિષ્ણુ અને
પાટણ શહેરના ગિરધારીપાડામાં આવેલું શ્રી વિઠ્ઠલનાથજી મંદિરે અધિક માસે અન્નકૂટ મહોત્સવ યોજાશે.


પાટણ, 12 જૂન (હિ.સ.) : પાટણ શહેરના ગિરધારીપાડામાં આવેલું શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનું મંદિર અત્યંત પ્રાચીન અને ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિર પરિસરમાં સ્વયંભૂ આંબેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે, જે વધુ પ્રાચીન હોવાનું મનાય છે. ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના આ અનોખા સમન્વયને કારણે અહીં ભક્તો વિશેષ શ્રદ્ધા સાથે દર્શન માટે આવે છે. પવિત્ર અધિક માસ નિમિત્તે મંદિરમાં વિવિધ મનમોહક મનોરથોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે. વર્ષો પહેલાં પરમ પૂજ્ય સંત ડોંગરેજી મહારાજે પણ પાટણ મુલાકાત દરમિયાન આ મંદિરે આવી ભગવાનના દર્શન કર્યા હતા.

પૂજારી અશેષભાઈ વ્યાસ પરિવાર દ્વારા મંદિરની સેવા-પૂજા અને મનોરથોનું સુંદર આયોજન કરવામાં આવે છે. મંદિર સૂત્રોના જણાવ્યા મુજબ અધિક જેઠ વદ સોમવતી અમાસના રોજ વિશાળ અન્નકૂટ મહોત્સવ યોજાશે, જેમાં અન્નકૂટ તથા આંબેશ્વર મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande