પાટણમાં પદ્મનાભ મંદિરે સ્વચ્છતા સપ્તાહનો પ્રારંભ
પાટણ, 12 જૂન (હિ.સ.)પાટણમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા શુક્રવારે શ્રી પદ્મનાભ મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષની ઉજવણી નિમિત્તે ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન’ના પ્રારંભરૂપે આ
પાટણમાં પદ્મનાભ મંદિરે સ્વચ્છતા સપ્તાહનો પ્રારંભ


પાટણ, 12 જૂન (હિ.સ.)પાટણમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા શુક્રવારે શ્રી પદ્મનાભ મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષની ઉજવણી નિમિત્તે ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન’ના પ્રારંભરૂપે આ કાર્યક્રમ ‘સ્વચ્છ પાટણ, સ્વચ્છ ભારત’ મિશન અંતર્ગત હાથ ધરાયો હતો.

આ અભિયાનમાં શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ તેમજ પાટણ પ્રજાપતિ સમાજના યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. મંદિર પરિસર, શ્રી રામચંદ્રાવતી હોલ અને પદ્મનાભ મંદિરના હારિયા સહિતના વિસ્તારોમાં સફાઈ કામગીરી કરીને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અશોકભાઈ પરમારે સ્વચ્છ શહેર દ્વારા સ્વચ્છ દેશના સંકલ્પને સાકાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કોર્પોરેટરો, સમાજના પ્રતિનિધિઓ અને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande