જામનગર નજીક ભરતપુર ગામે ઘેટાં-બકરાં ચરાવવાના મુદ્દે તકરાર : બે ભાઈઓનો એક વૃદ્ધ ઉપર હુમલો
જામનગર, 12 જૂન (હિ.સ.) :જામનગર તાલુકાના ભરતપુર ગામમાં ઘેટાં-બકરાં ચરાવવાના મુદ્દે થયેલા વિવાદમાં 83 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરાયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ અનુસાર જામનગર તાલુકાના બજરંગપુર ગામના વતની પેથાભાઇ ભરવાડ અને નોંધાભાઈ ભરવાડ નામના બે શખ્સો વ
હુમલો


જામનગર, 12 જૂન (હિ.સ.) :જામનગર તાલુકાના ભરતપુર ગામમાં ઘેટાં-બકરાં ચરાવવાના મુદ્દે થયેલા વિવાદમાં 83 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરાયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ અનુસાર જામનગર તાલુકાના બજરંગપુર ગામના વતની પેથાભાઇ ભરવાડ અને નોંધાભાઈ ભરવાડ નામના બે શખ્સો વૃદ્ધની વાડીમાં ઘેટાં-બકરાં ચરાવવા માટે આવ્યા હતા. વૃદ્ધે તેમને ના પાડતા બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા, અને ગાળો આપી ઢીકા-પાટુનો માર માર્યો હતો. એક આરોપીએ વૃદ્ધના પેટમાં લાત મારતા તેઓ જમીન પર પડી ગયા હતા. દરમિયાન વૃદ્ધના પૌત્રો પહોંચી જતા હુમલો અટક્યો હતો જતાં જતાં આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande