પોરબંદર આઈ.ટી.આઈ. થકી પૂર્વ સૈનિક ધીરજભાઈના કૌશલ્યને મળી નવી ઉડાન.
પોરબંદર, 12 જૂન (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં દેશમાં કૌશલ્ય વિકાસ (Skill Development) ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છે. સરકારના આ જનકલ્યાણકારી અભિગમનો લાભ મેળવીને વર્ષો સુધી સરહદ પર દેશની રક્ષા કરનારા આપણા વીર જવાનો હવે નિ
પોરબંદર આઈ.ટી.આઈ. થકી પૂર્વ સૈનિક ધીરજભાઈના કૌશલ્યને મળી નવી ઉડાન.


પોરબંદર, 12 જૂન (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં દેશમાં કૌશલ્ય વિકાસ (Skill Development) ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છે. સરકારના આ જનકલ્યાણકારી અભિગમનો લાભ મેળવીને વર્ષો સુધી સરહદ પર દેશની રક્ષા કરનારા આપણા વીર જવાનો હવે નિવૃત્તિ બાદ આઈ.ટી.આઈ. (ITI) ના માધ્યમથી નવું કૌશલ્ય મેળવી સ્વનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છે.

આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો પોરબંદર ખાતે સામે આવ્યો છે, જ્યાં આર્મીના નિવૃત્ત જવાન જમોડ ધીરજભાઈએ આઈ.ટી.આઈ. માં પ્રવેશ મેળવી પોતાના ઉજ્જવળ ભવિષ્યની નવી કેડી કંડારી છે

પોતાનો સુખદ અનુભવ વાગોળતા પૂર્વ આર્મી જવાન જમોડ ધીરજભાઈ જણાવે છે કે, મેં ભારતીય સેના (Army) માં સતત 17 વર્ષ સુધી દેશની સરહદો પર ફરજ બજાવી છે. સેનામાંથી નિવૃત્ત થયા બાદ, મેં છેલ્લા એક વર્ષથી આઈ.ટી.આઈ. માં પ્રવેશ મેળવ્યો છે. અહીં અમને ઘરઆંગણે જ અત્યંત વ્યવસ્થિત અને ગુણવત્તાયુક્ત તાલીમ મળી રહી છે. સરકારની આ સેવાથી અમારા જેવા અનેક યુવાનો અને પૂર્વ સૈનિકોના કૌશલ્યનો અદ્ભુત વિકાસ થઈ રહ્યો છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, મેં આઈ.ટી.આઈ. માં HSI (Health Sanitary Inspector) નો કોર્સ કર્યો છે. આ કોર્સ કરવાથી ભવિષ્યમાં MPHW (Multi Purpose Health Worker), સામાજિક સેવા કાર્યકર (Social Worker) તરીકે અથવા તો આપણી આસપાસના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રો કે હોસ્પિટલોમાં રોજગારી મેળવવાની અને લોકસેવા કરવાની ઉત્તમ તકો ઉપલબ્ધ થાય છે. પૂર્વ સૈનિકોને નવું જીવન અને નવી કારકિર્દી આપવા બદલ હું સરકારનો દિલથી ખુબ ખુબ આભાર માનું છું.

વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતી આ વ્યવસ્થા આજે લાખો લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જમોડ ધીરજભાઈ જેવા સૈનિકો, જેઓ દેશસેવા બાદ હવે આઈ.ટી.આઈ. ના માધ્યમથી આરોગ્ય ક્ષેત્રે જોડાઈને સમાજ સેવાની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે, તે સમગ્ર પોરબંદર જિલ્લા અને રાજ્ય માટે ગૌરવની બાબત છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande