
ગીર સોમનાથ, 12 જૂન (હિ.સ.) : હાલમાં જ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ગીર સોમનાથ જિલ્લામાંથી ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ માનસિંગભાઈ પરમારને રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છે. માનસિંગભાઈ પરમારને વધાવવા માટે વેરાવળના સામાજિક અગ્રણીઓ દ્વારા તેમનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજ તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા, બંને મહાનુભાવો દ્વારા નવનિર્વાચિત સાંસદને સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉત્સાહભેર સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના ઉપ-પટેલ બાબુભાઈ આગિયા, ઉપ-પટેલ ગોપાલભાઈ ફોફંડી, વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, ગીર સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ ઉપ-પ્રમુખ ધનસુખભાઈ કુહાડા, વેરાવળ શહેર ભાજપના ઉપ-પ્રમુખ પૃથ્વીભાઈ ફોફંડી, બ્રાહ્મણ સમાજના અગ્રણી ભુપતભાઈ જાણી, ખારવા સમાજના મંત્રી નારણભાઇ બાંડીયા, સમાજના આગેવાન કિશનભાઈ વાંદર, કિશોરભાઈ ગોહેલ, ગોવિંદભાઇ ખોરાબા સહીતના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ, પ્રકાશભાઈ માલમડી, તથા સમાજના તમામ નાના-મોટા આગેવાનો અને કાર્યકરોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને માનસિંગભાઈ પરમારને શુભકામનાઓ પાઠવી હતી અને આગામી સમયમાં તેમના નેતૃત્વમાં મચ્છીમારનો વધુ વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ