વડાપ્રધાનના સફળ નેતૃત્વના ૧૨ વર્ષની ઉજવણી બાદલપરા ગામે રક્તદાન શિબિર દ્વારા કરવામાં આવી
ગીર સોમનાથ 12 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષની ઉજવણી અવસરે ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામે રક્તદાન શિબિર આયોજીત કરવામાં આવી હતી. ધારાસભ્ય ભગવાનભાઈ બારડના વતનના ગામ એવા બાદલપરા ગામે અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક વર્
બાદલપરા ગામે રક્તદાન શિબિર


ગીર સોમનાથ 12 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષની ઉજવણી અવસરે ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામે રક્તદાન શિબિર આયોજીત કરવામાં આવી હતી.

ધારાસભ્ય ભગવાનભાઈ બારડના વતનના ગામ એવા બાદલપરા ગામે અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક વર્ષની વરસી અવસરે બાદલપરા અને એની આસપાસના યુવાઓએ મોટા પ્રમાણમાં આ રક્તદાન શિબિરમાં ભાગ લઈને રક્તદાન કર્યુ હતું.

આપણા શાસ્ત્રોમાં રક્તદાનને મહાદાન કહેવામાં આવ્યું છે. જેને યથાર્થ ઠેરવતા નાના એવા ગામમાં યોજાયેલ આ રક્તદાન કેમ્પથી ૩૦૦ યુનિટ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું.

આ અંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બાર વર્ષના સુશાસન પૂર્ણ થવા અને કેન્દ્રમાં લાંબો સમય સુધી વડાપ્રધાન રહેવાનો કીર્તિમાન તેમજ અમદાવાદ પ્લેન દુર્ઘટનાને આજરોજ એક વર્ષ પૂર્ણ થાય છે. એ નિમિત્તે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાનનો અભિગમ છેવાડાનો માણસ દુઃખી ન થાય એવો રહ્યો છે. અમે પણ નૈતિક ફરજના ભાગરૂપે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે.

રક્તદાન એ માત્ર એક સેવા નથી, પરંતુ માનવીય જીવન બચાવવાનો એક પ્રયાસ છે. એક રક્તદાન અનેક દર્દીઓ માટે આશાનું કિરણ લઈને આવે છે. જેથી દરેક વ્યક્તિએ અચૂક રક્તદાન કરવું જોઈએ એમ એમણે ઉમેર્યું હતું.

હોસ્પિટલોમાં દાખલ ગંભીર દર્દીઓ અને ઇમરજન્સી કેસોમાં સમયસર લોહી મળી શકે એ સ્થિતિને ધ્યાનમાં રાખીને યુ.એન.મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીસ્ટ એન્ડ રિસર્ચ સેન્ટરની સહભાગીદારીથી યોજાયેલા આ કેમ્પમાં ધારાસભ્યના પરિવારના સભ્યો તથા યુવાઓએ રક્તદાન કરી માનવતાના આ મહાયજ્ઞમાં સહભાગી થયા હતાં.

યુ.એન.મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીસ્ટ એન્ડ રિસર્ચ સેન્ટરના ૨૦ થી વધુ નર્સ સહિતના વૉલેન્ટિયર્સ હિમોક્યૂ, બી.પી. ઈન્સ્ટ્રૂમેન્ટ, એન્ટીસીરા, બી.સી.એમ., ટ્યૂબસીલર સહિતના સાધનોથી સજ્જ રહી બ્લડ એકત્ર કર્યું હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં ધારાસભ્યના પરિવારના સભ્યો, બાદલપરા સહિત આસપાસના ગામના સરપંચઓ, યુવાઓ, આગેવાનો અને ગ્રામજનો સહભાગી બન્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande