
ગીર સોમનાથ, 12 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે, આજરોજ ઓમનાથ મહાદેવ મંદિર, ઉંબા ખાતે પૂજન, ધ્વજારોહણ, સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મનસિંહભાઈ પરમાર, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમાર, વેરાવળ તાલુકા ભાજપ પ્રમુખ પ્રધ્યુમનસિંહ ડોડિયા, વેરાવળ તાલુકા પંચાયત પ્રમુખ મતી નાથીબેન બાબુભાઈ વાજા, સરમણભાઈ સોલંકી પૂર્વ પ્રમુખ વેરાવળ તાલુકા પંચાયત, વિક્રમભાઈ પટાટ તેમજ ભાજપના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સૌએ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે પોતાનો સહભાગ નોંધાવી વૃક્ષારોપણ અને સ્વચ્છતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ