રૂ. 130 કરોડના ખર્ચે નિર્મિત થયેલ ગિરનાર રોપવેના માધ્યમથી પ્રવાસનને વેગ મળ્યો : 41 લાખથી વધુ પ્રવાસીઓએ રોપ-વેની રોમાંચક સફર ખેડી
જુનાગઢ, 12 જૂન (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દ્રઢ ઇચ્છાશક્તિ અને ભગીરથ પ્રયાસોના પરિણામે એશિયાના સૌથી મોટા અને આધુનિક રોપ-વે પ્રોજેક્ટનું નિર્માણ શક્ય બન્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૭ની તા.૧લી મે ના રોજ
રૂ. ૧૩૦ કરોડના ખર્ચે નિર્મિત થયેલ ગિરનાર રોપવેના માધ્યમથી


જુનાગઢ, 12 જૂન (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દ્રઢ ઇચ્છાશક્તિ અને ભગીરથ પ્રયાસોના પરિણામે એશિયાના સૌથી મોટા અને આધુનિક રોપ-વે પ્રોજેક્ટનું નિર્માણ શક્ય બન્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૭ની તા.૧લી મે ના રોજ આ ગિરનાર રોપ વે પ્રોજેક્ટની આધારશીલા રાખી હતી અને વર્ષ ૨૦૨૦મા ૨૪ ઓક્ટોબરે વર્ચ્યુઅલી આ પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કર્યું હતું. જોકે, આ પહેલાં રોપ-વે પ્રોજેક્ટના નિર્માણમાં ઘણાં અંતરાયો આવ્યાં હતા. દાયકોઓ પહેલાં આ રોપ-વે પ્રોજેક્ટ નિર્માણ માટે દરખાસ્ત મુકાઈ હતી. પણ તેમાં જેમાં ટેકનિકલ, કાનૂનનીથી માંડી જુદા જુદા પડકારો આવ્યા હતા. જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત પ્રયાસોથી દૂર થયા હતા. ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિર સુધી રૂ. ૧૩૦ કરોડના ખર્ચે આ રોપ વે નિર્માણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ૪૧ લાખથી વધુ પ્રવાસીઓ રોપ-વેની રોમાંચક સફર ખેડી પણ ચૂક્યા છે.

આ ગિરનાર રોપવે ૨.૩ કીમીની લંબાઈ અને ૮૫૦ મીટરની ઊંચાઈ ધરાવે છે જેની સફર ખેડતા ૯ મિનિટ જેટલો સમય લાગે છે. રોપ-વેની સફર ખરેખર દર્શનીય બની રહે છે, રોપ એના માધ્યમથી ગરવા ગિરનારની સુંદર ગીરી કંદરાવો નિહાળવા માટે એક જીવનનો એક લ્હાવો પણ બની રહે છે.

જૂનાગઢના અગ્રણી શૈલેષભાઈ દવે એ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના સુશાસન દરમિયાન જૂનાગઢ અને સમગ્ર ગુજરાતમાં વિકાસના અનેક મહત્વપૂર્ણ કાર્યો થયા છે. તેમણે મુખ્યમંત્રી કાળથી અટકેલા ગિરનાર રોપવે પ્રોજેક્ટનો દિલ્હીમાં સત્તા સંભાળતાની સાથે જ ત્વરિત નિકાલ કરીને જૂનાગઢના પ્રવાસનને મોટો વેગ આપ્યો છે. આ સુવિધાને કારણે હવે વૃદ્ધો, વડીલો અને દિવ્યાંગો માટે માં અંબાના દર્શન કરવા અત્યંત સરળ બન્યા છે.

આ ઉપરાંત સોમનાથ કોરિડોરનો વિકાસ અને કેશોદ એરપોર્ટનું ડેવલપમેન્ટ જેવા પ્રકલ્પો દ્વારા પાયાની સુવિધાઓ મજબૂત કરવામાં આવી છે. વડાપ્રધાન દ્વારા નર્મદા ડેમના પ્રશ્નનો પણ ઝડપી ઉકેલ લાવવામાં આવ્યો, જેના કારણે સમગ્ર ગુજરાતમાં વિકાસની નવી લહેર જોવા મળી છે. તેમણે આ ૧૨ વર્ષના સફળ સુશાસન બદલ વડાપ્રધાનને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande