જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા “વિશ્વ રક્તદાતા દિવસ” ની ઉજવણી કરવામાં આવી
જુનાગઢ,12 જૂન (હિ.સ.) કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ, જૂનાગઢ જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા, જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ દ્વારા વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા કક્ષાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હ
જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા “


જુનાગઢ,12 જૂન (હિ.સ.) કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ, જૂનાગઢ જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા, જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ દ્વારા વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા કક્ષાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરાઈ હતી. ત્યારબાદ જૂનાગઢના ધારાસભ્ય અને કાર્યક્રમના અધ્યક્ષ સંજય કોરડીયાએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું.

કલેકટર કચેરીના મુખ્ય સભાખંડમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ અન્વયે 12 જૂનના રોજ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરી દ્વારા રક્તદાન કરી લોકોને પણ રક્તદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ આ કેમ્પમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, ઇન્ડીયન મેડીકલ એશોસીયેશન, ફોગ્સીના પ્રાઇવેટ ડોક્ટરઓ, રોટરી કલબના ચેરમન અને તેના સભ્યઓ કુલ 44 યુનિટ રક્ત એકઠું કરી સિવિલ હોસ્પિટલ જૂનાગઢની બ્લડ બેન્કને દાનમાં આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠોર દ્વારા રક્તદાતાઓને માનદ સર્ટીફીકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવા અને રક્તદાન કરવા માટે ઉપસ્થિત સર્વે દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વૈછિક રક્તદાતાઓએ તેમના આપેલ અમુલ્ય યોગદાન બદલ તેઓનું સન્માન કરવા માટે દર વર્ષે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ One Drop of Humanity, Give Blood, Save Lives રાખવામાં આવી છે.જૂનાગઢ જિલ્લામાં દરેક તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે. લોકોમાં સ્વૈચ્છિક રક્તદાતાઓના સન્માન માટેના અને સ્વૈચ્છિક રક્તદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે બ્લડ ગ્રુપ ટેસ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર બી.એસ.બારડ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અલ્પેશ સાલ્વી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનોજ સુતરીયા, જિલ્લા ટીબી અને એચ.આઈ.વી.અધિકારી ડો.ચંદ્રેશ વ્યાસ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande