
જુનાગઢ. 12 જૂન (હિ.સ.) જૂનાગઢ, તા.૧૨ સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો.પ્રદ્યુમન વાજા 13 જૂનના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે.
મંત્રી 13 જૂનના રોજ સવારે 9 કલાકે કેશોદના ટાઉનહોલ ખાતે વિકસિત ભારત સંમેલન માં સહભાગી થશે.ત્યારબાદ પ્રગતિ પદયાત્રા અંતર્ગત સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ,પબ્લિક ગાર્ડન કેશોદ,મોડેલ ફાયર સ્ટેશન અને પ્રભુ કૃપા પ્રાકૃતિક ફાર્મ કેવદ્રા સહિતના ઉત્કૃષ્ટ સ્થળોની મુલાકાત લેશે. તેમજ બપોરે 4 કલાકે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 67.93 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સાબલપુર ચોકડી ટુ ધોરાજી રોડ રેલવે ઓવર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ