
જુનાગઢ,12 જૂન (હિ.સ.) વિકસિત ભારતના સંકલ્પને સાકાર બનાવવા માટે રાજ્ય સરકાર વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જનજાગૃતિ હાથ ધરવામાં આવી રહી છે.આ હેતુસર જૂનાગઢ જિલ્લામાં ચિત્રકલા પ્રત્યે રસ વિકસે અને યુવાઓને દેશના વિકાસ સાથે જોડવા માટે “વિકસિત ભારત 2047 જેવા વિવિધ વિષયો પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં કલાકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાના કલાત્મક અભિપ્રાયોને રજૂ કર્યા હતા.ગુજરાત રાજય લલિતકલા અકાદમી,ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ દ્રારા ચિત્રકલામાં રૂચી વિકસે અને તેવોને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળી રહે તે હેતુથી ‘‘ વિકસિત ભારત 2047 – મારા સપનાઓનું ભારત , ભારતના વિકાસની 12 વર્ષની યાત્રા, સ્વપન થી સમૃદ્ધિ સુધી, ડિજિટલ ભારત – નવા યુગનું ભારત, સ્વચ્છ અને હરિત ભારત, આત્મનિર્ભર ભારત – સશક્ત ભારત ’’ વિષયો પર ચિત્ર સ્પર્ધાનું આયોજન આજ રોજ મિનરાજ શૈક્ષણિક સંકૂલ, ભવનાથ ખાતે કરવામાં આવ્યું હતુ.
જેમાં સમગ્ર જિલ્લામાથી 200 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે એક થી ત્રણ વિજેતા કલાકારોને પ્રમાણપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ