સ્વચ્છતા તરફ કચ્છનું મજબૂત પગલું: ગામડાઓમાં ડ્રેનેજ અને ગ્રે વોટર સિસ્ટમની વ્યાપક સફાઈ ઝુંબેશ
કચ્છ, 12 જૂન (હિ.સ.) : ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન’ અંતર્ગત કચ્છ જિલ્લાના વિવિધ ગામોમાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ પર્યાવરણને પ્રોત્સાહન આપવા માટે આજે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આજના આ અભિયાન દરમિયાન ગામોમાં આવેલી ડ્રેનેજ લાઈનો, ચેમ્બર તેમ
ગ્રામીણ વિસ્તારોમાં ડ્રેનેજ સફાઈની કામગીરી


ગ્રામીણ વિસ્તારોમાં ડ્રેનેજ સફાઈની કામગીરી


ગ્રામીણ વિસ્તારોમાં ડ્રેનેજ સફાઈની કામગીરી


ગ્રામીણ વિસ્તારોમાં ડ્રેનેજ સફાઈની કામગીરી


કચ્છ, 12 જૂન (હિ.સ.) : ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન’ અંતર્ગત કચ્છ જિલ્લાના વિવિધ ગામોમાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ પર્યાવરણને પ્રોત્સાહન આપવા માટે આજે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આજના આ અભિયાન દરમિયાન ગામોમાં આવેલી ડ્રેનેજ લાઈનો, ચેમ્બર તેમજ ડ્રેનેજ ટ્રીટમેન્ટ સિસ્ટમોની સઘન સફાઈ કરવામાં આવી હતી. ગંદા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા વધુ અસરકારક બને અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી હતી.

જિલ્લાના ભારાસર, નિરોણા, ભુટકીયા, સુવઈ, ભીમાસર, નલિયા, પ્રાંધો અને માંડવી સહિતના અનેક ગામોમાં સ્વચ્છતા કર્મચારીઓ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોની સહભાગિતાથી સફાઈ કામગીરી સંપન્ન કરવામાં આવી હતી. ગામોમાં વર્ષોથી જમા થયેલા કચરા અને ગંદકી દૂર કરીને ડ્રેનેજ વ્યવસ્થાને વધુ સુચારૂ બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

અભિયાન દરમિયાન માત્ર સફાઈ પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો પણ વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગ્રામજનોને ડ્રેનેજમાં ઘરેલું કચરો કે પ્લાસ્ટિક ન નાખવા, જાહેર સ્થળોએ ગંદકી ન ફેલાવવા તેમજ પોતાના ગામને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સતત સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. સ્વચ્છ પર્યાવરણ જાળવવા માટે દરેક વ્યક્તિની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું પણ સમજાવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ગામોમાં કાર્યરત ગ્રે વોટર પોઇન્ટની મુલાકાત લઈને તેની સ્થિતિ અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ગ્રે વોટર મેનેજમેન્ટ સિસ્ટમની અસરકારકતા વધે તે માટે તેની સફાઈ અને જાળવણી અંગે પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. ઘરગથ્થુ ઉપયોગ બાદ નીકળતા પાણીના યોગ્ય સંચાલનથી પર્યાવરણનું રક્ષણ થઈ શકે છે તેમજ ગામોમાં સ્વચ્છતા જાળવવામાં મદદરૂપ બને છે તે અંગે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા સ્વચ્છતાને માત્ર સરકારી કાર્યક્રમ નહીં પરંતુ સામાજિક જવાબદારી તરીકે સ્વીકારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. સ્વચ્છ ગામ, સ્વસ્થ સમાજ અને સુંદર પર્યાવરણના ધ્યેયને સાકાર કરવા માટે દરેક નાગરિકે સક્રિય સહભાગી બનવું જરૂરી હોવાનું જણાવાયું હતું. તેમણે ગામોને હરિયાળા, સ્વચ્છ અને રોગમુક્ત બનાવવા માટે સતત સ્વચ્છતા અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપવાની હાકલ પણ કરી હતી.

આ સમગ્ર ઝુંબેશ દ્વારા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થામાં સુધારો લાવવા, સંભવિત રોગચાળાને અટકાવવા અને લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ગ્રામજનો દ્વારા પણ સ્વચ્છતા જાળવવા અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગી બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી, જેના કારણે અભિયાનને વ્યાપક જનસમર્થન મળ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande