મહેસાણામાં જિલ્લા પ્રભારી સચિવ રંજીથ કુમારની અધ્યક્ષતામાં સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ
મહેસાણ, 12 જૂન (હિ.સ.)મહેસાણા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવ શ્રી રંજીથ કુમારના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર શ્રી એસ. કે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્
મહેસાણામાં જિલ્લા પ્રભારી સચિવ રંજીથ કુમારની અધ્યક્ષતામાં સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ


મહેસાણ, 12 જૂન (હિ.સ.)મહેસાણા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવ શ્રી રંજીથ કુમારના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર શ્રી એસ. કે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટો અને જનકલ્યાણકારી યોજનાઓની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), જલ જીવન મિશન, પીએમ કિસાન યોજના, આયુષ્માન ભારત યોજના, આઇસીડીએસ, સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ, નિર્મલ ગુજરાત યોજના, માર્ગ અને મકાન વિભાગની કામગીરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પ્રિ-મોન્સૂન તૈયારીઓ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત મહેસાણા મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

પ્રભારી સચિવ શ્રી રંજીથ કુમારે જિલ્લાના ગામોમાં ઉપલબ્ધ સરકારી પડતર અને ખરાબાની જમીનનું સર્વેક્ષણ કરીને ગામતળ નીમ કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી, જેથી મકાનવિહોણા પરિવારોને ઘરથાળના પ્લોટ ફાળવી શકાય. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવા તેમજ જલ જીવન મિશન અંતર્ગત દરેક ઘરને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા ભાર મૂક્યો હતો.

બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંચુ વિલ્સન, નિવાસી અધિક કલેક્ટર શ્રી મયંક પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande