અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ: વિસનગરના પરિવારો આજે પણ જવાબોની રાહમાં
મહેસાણા, 12 જૂન (હિ.સ.)અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી દુઃખદ પ્લેન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ અકસ્માતમાં મહેસાણા જિલ્લાના વિસનગરના પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો. એક વર્ષ બાદ પણ પીડિત પરિવારો પોતાના સ્વજનોની યાદમાં શોક વ્યક્ત કરી રહ્યા
અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ: વિસનગરના પરિવારો આજે પણ જવાબોની રાહમાં


મહેસાણા, 12 જૂન (હિ.સ.)અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી દુઃખદ પ્લેન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ અકસ્માતમાં મહેસાણા જિલ્લાના વિસનગરના પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો. એક વર્ષ બાદ પણ પીડિત પરિવારો પોતાના સ્વજનોની યાદમાં શોક વ્યક્ત કરી રહ્યા છે અને અકસ્માતના સાચા કારણોની રાહ જોઈ રહ્યા છે.

દુર્ઘટનામાં વિસનગરના દશરથભાઈ પટેલ અને ડાહીબેન પટેલનું મોત થયું હતું. તેઓ પ્રથમ વખત પોતાના પુત્રોને મળવા લંડન જઈ રહ્યા હતા. પરિવારના સપના આ અકસ્માત સાથે તૂટી ગયા હતા. તેમના પુત્ર રીંકેશ પટેલના જણાવ્યા મુજબ પરિવાર આજે પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી.

આ જ અકસ્માતમાં દિનેશભાઈ પટેલ અને ક્રિષ્નાબેન પટેલનું પણ નિધન થયું હતું. તેઓ પોતાના પુત્ર વિક્રમ પટેલને મળવા લંડન જઈ રહ્યા હતા. માતા-પિતાના અવસાન બાદ વિક્રમ પટેલ લંડન છોડીને ભારત પરત ફર્યા હતા.

પીડિત પરિવારોને ટાટા ટ્રસ્ટ તરફથી 1 કરોડ રૂપિયા અને એર ઈન્ડિયા તરફથી 25 લાખ રૂપિયાની સહાય મળી છે. જોકે પરિવારોનું કહેવું છે કે આર્થિક સહાયથી સ્વજનોની ખોટ પૂરી થઈ શકતી નથી. તેઓ બ્લેક બોક્સનો સંપૂર્ણ રિપોર્ટ જાહેર કરવાની અને અકસ્માતના સાચા કારણો અંગે સ્પષ્ટ માહિતી આપવાની માંગ કરી રહ્યા છે.

એક વર્ષ બાદ પણ પરિવારોની આંખોમાં એક જ સવાલ છે – આખરે તે દિવસે શું થયું હતું?

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande