જસપાલ રાણાના નિધન પર રાષ્ટ્રપતિ મુર્મુ, લોકસભા અધ્યક્ષ અને રમતગમત મંત્રીએ શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હી, 12 જૂન (હિ.સ.)। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને યુવા કાર્યક્રમ તથા રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા સહિત અનેક મંત્રીઓએ શુક્રવારે પૂર્વ આંતરરાષ્ટ્રીય નિશાનેબાજ અને કોચ જસપાલ રાણાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. રા
જસપાલ રાણા-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 12 જૂન (હિ.સ.)। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને યુવા કાર્યક્રમ તથા રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા સહિત અનેક મંત્રીઓએ શુક્રવારે પૂર્વ આંતરરાષ્ટ્રીય નિશાનેબાજ અને કોચ જસપાલ રાણાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

રાષ્ટ્રપતિએ એક્સ પર લખ્યું કે, “જસપાલ રાણાના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેઓ એક જાણીતા શૂટર હતા, જેમણે પોતાના શાનદાર પ્રદર્શનથી દેશનું નામ રોશન કર્યું હતું. વિશ્વભરની શૂટિંગ સ્પર્ધાઓમાં અનેક મેડલ જીતનાર જસપાલ રાણાએ ભારતીય રમતજગતમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી. ખેલાડી અને માર્ગદર્શક તરીકે તેમણે યુવા પ્રતિભાઓને ઘડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમનું સમર્પણ, શિસ્ત અને શ્રેષ્ઠતા હાંસલ કરવાની લગન આવનારી પેઢીના ખેલાડીઓને હંમેશા પ્રેરણા આપતી રહેશે.”

ઓમ બિરલાએ જણાવ્યું કે, જસપાલ રાણાએ ઘણા વર્ષો સુધી પોતાની નિશાનેબાજી દ્વારા વિશ્વ મંચ પર ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. 2006ના એશિયન ગેમ્સમાં ત્રણ સુવર્ણ પદકો સાથેનું તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન હંમેશા યાદગાર રહેશે. જસપાલનું અવસાન ભારતીય રમતજગત માટે મોટી ક્ષતિ છે.

ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, એક ચેમ્પિયન ખેલાડી અને ઉત્તમ માર્ગદર્શક તરીકે જસપાલ રાણાએ દેશ માટે આપેલું અવિસ્મરણીય યોગદાન પ્રેરણાદાયી વારસો છોડી ગયું છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, જસપાલ માત્ર શ્રેષ્ઠ ખેલાડી અને કોચ જ નહોતા, પરંતુ અત્યંત સરળ, વિનમ્ર અને સદ્દભાવનાશીલ વ્યક્તિ પણ હતા. ભારતમાં શૂટિંગને લોકપ્રિય રમત તરીકે સ્થાપિત કરવામાં તેમની મહત્વપૂર્ણ અને અસરકારક ભૂમિકા રહી હતી.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું કે, જસપાલે પોતાના શાનદાર રમતજીવન દરમિયાન અનેક આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ મેળવી ભારતનું ગૌરવ વૈશ્વિક સ્તરે વધાર્યું હતું.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પોતાની અસાધારણ પ્રતિભા, શિસ્ત અને સમર્પણના બળે જસપાલે નિશાનેબાજીમાં દેશને અનેક ગૌરવપૂર્ણ ક્ષણો આપી હતી. ખેલાડી તરીકેની સિદ્ધિઓથી લઈને કોચ તરીકે નવી પ્રતિભાઓને ઘડવા સુધી તેમનું યોગદાન સદૈવ યાદ રહેશે. તેમનું નિધન ભારતીય રમતજગત માટે એક અપૂરણીય ક્ષતિ છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande