છેલ્લા બે વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસતા આરોપીને પાવીજેતપુર પોલીસે ઝડપી પાડ્યો
છોટાઉદેપુર, 12 જૂન (હિ.સ.) : છોટાઉદેપુર પોલીસને પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી. રાણાના માર્ગદર્શન હેઠળ પાવીજેતપુર પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને
આરોપી


છોટાઉદેપુર, 12 જૂન (હિ.સ.) : છોટાઉદેપુર પોલીસને પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી. રાણાના માર્ગદર્શન હેઠળ પાવીજેતપુર પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી સુનિલભાઈ મહેતાબભાઈ વાસ્કેલ (ઉ.વ. 31), રહે. ઝીંઝણા, તા.કાઠીવાડા, જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ), છેલ્લા બે વર્ષથી પોલીસથી બચવા માટે નાસતો ફરતો હતો. પાવીજેતપુર પોલીસને બાતમી મળી હતી કે આરોપી સુમખેડા ગામ નજીક ફાટી ચાપર ત્રણ રસ્તા પાસે ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી ટેકનિકલ સોર્સની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાની ઓળખ આપી હતી અને તપાસમાં સામે આવ્યું હતું કે તે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં ફરાર હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ સ્ટાફની સતર્કતા અને સતત પ્રયત્નોના કારણે લાંબા સમયથી ફરાર આરોપીને પકડવામાં સફળતા મળી હોવાનું જણાવાયું છે.

આરોપી વિરુદ્ધ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે વર્ષ ૨૦૨૪માં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હતો અને ત્યારથી તે પોલીસ પકડથી દૂર રહ્યો હતો. હવે તેની ધરપકડ થતાં કેસની આગળની તપાસને વેગ મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande