



પોરબંદર, 12 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાન સેવક તરીકેના સફળ, જનકલ્યાણલક્ષી અને કાર્યકુશળ શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે સામાજિક વનીકરણ વિભાગ, રાણાવાવ રેન્જ દ્વારા 8 જૂનથી 14 જૂન દરમિયાન વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત રાણાવાવની આઈટીઆઈ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કુલ 200 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વધારવા અને ભાવિ પેઢીને સ્વચ્છ પર્યાવરણ પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ જયેશ ભુતીયા, રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ ગીતા ભુતીયા, રાણાવાવના મામલતદાર એચ. એન. પરમાર, તાલુકા વિકાસ અધિકારી એચ. જે. પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર રાણાવાવ તેમજ અન્ય આગેવાનો, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને સૌએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણી અને હરિયાળા ગુજરાતના નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya