સરતનપર ગામે ‘પ્રગતિપથ યાત્રા’ યોજાઈ : વિકાસકાર્યોની સમીક્ષા સાથે ગ્રામજનો સાથે સંવાદ
ભાવનગર, 12 જૂન (હિ.સ.)વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં “વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ૧૨ વર્ષ” અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ભાવનગર જિલ્લાના ત
પ્રગતિ પથ યાત્રા


ભાવનગર, 12 જૂન (હિ.સ.)વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં “વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ૧૨ વર્ષ” અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતનપર ગામે ‘પ્રગતિપથ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રીમતી નિમુબેન બાંભણિયાએ વિશેષ ઉપસ્થિતિ આપી ગામની મુલાકાત લીધી હતી.

પ્રગતિપથ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ગામમાં ચાલી રહેલા વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી તેમજ ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધી તેમની સમસ્યાઓ, સૂચનો અને વિકાસ અંગેના વિચારો જાણ્યા હતા. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો અંગે પણ માહિતી આપી હતી. ગ્રામજનો સાથેની આ મુલાકાતે સરકાર અને જનતા વચ્ચેના વિશ્વાસના સંબંધને વધુ મજબૂત બનાવ્યો હતો.

આ પ્રસંગે સરતનપર ગામના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા મીઠા પાણીના બંધારાની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. બંધારાની હાલની સ્થિતિ, તેની ઉપયોગિતા તેમજ ભવિષ્યમાં તેની વધુ અસરકારક કામગીરી માટે જરૂરી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પાણી સંચય અને જળસંરક્ષણના ક્ષેત્રમાં આવા પ્રકલ્પો ગ્રામ વિકાસ માટે કેટલા મહત્વના છે તેની પણ ચર્ચા કરવામાં આવી.

કાર્યક્રમમાં વિવિધ વિભાગોના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને ગામના સર્વાંગી વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ‘પ્રગતિપથ યાત્રા’ માત્ર વિકાસકાર્યોની મુલાકાત પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ સરકારની લોકકલ્યાણકારી નીતિઓને જનજન સુધી પહોંચાડવાનો અને લોકોના સહભાગથી વિકાસને વધુ ગતિ આપવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande