આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની પૂર્વ તૈયારીઓ શરૂ : ભાવનગર જિલ્લામાં 100થી વધુ યોગ વર્ગોમાં કોમન યોગ પ્રોટોકોલ તાલીમનો પ્રારંભ
ભાવનગર, 12 જૂન (હિ.સ.)આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની પૂર્વ તૈયારીઓ શરૂ : ભાવનગર જિલ્લામાં 100થી વધુ યોગ વર્ગોમાં કોમન યોગ પ્રોટોકોલ તાલીમનો પ્રારંભઆગામી 21 જૂન, 2026ના રોજ ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સફળ અને વ્યાપક બનાવવા માટે ભાવનગર જિલ્લામાં
તાલીમ યોજાઈ


ભાવનગર, 12 જૂન (હિ.સ.)આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની પૂર્વ તૈયારીઓ શરૂ : ભાવનગર જિલ્લામાં 100થી વધુ યોગ વર્ગોમાં કોમન યોગ પ્રોટોકોલ તાલીમનો પ્રારંભઆગામી 21 જૂન, 2026ના રોજ ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સફળ અને વ્યાપક બનાવવા માટે ભાવનગર જિલ્લામાં પૂર્વ તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાર્યરત 100થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગોમાં કોમન યોગ પ્રોટોકોલની વિશેષ તાલીમ શરૂ કરવામાં આવી છે. આ તાલીમ દ્વારા યોગ દિવસના મુખ્ય કાર્યક્રમ માટે યોગ સાધકો અને નાગરિકોને તૈયાર કરવામાં આવી રહ્યા છે.

જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં સંચાલિત યોગ વર્ગો દ્વારા યોગ અંગે જનજાગૃતિ ફેલાવવાની સાથે લોકોમાં સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. યોગ દિવસના મુખ્ય કાર્યક્રમમાં સમાવિષ્ટ વિવિધ યોગાસનો, પ્રાણાયામ, ધ્યાન તેમજ અન્ય યોગિક ક્રિયાઓનો નિયમિત અભ્યાસ તમામ યોગ વર્ગોમાં કરાવવામાં આવી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે જિલ્લામાં વિવિધ સ્થળોએ વિશેષ યોગ શિબિરો, સમૂહ યોગાભ્યાસ, પ્રભાત ફેરી, જનજાગૃતિ કાર્યક્રમો તેમજ યોગ પ્રચાર અભિયાનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ યોગ કોચ અને યોગ ટ્રેનરો જિલ્લાના તમામ તાલુકાઓમાં ઉત્સાહપૂર્વક તૈયારીઓમાં જોડાયા છે.

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે સમગ્ર દેશમાં “Yoga for Healthy Aging” (સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ) થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ થીમનો મુખ્ય ઉદ્દેશ દરેક વયજૂથના લોકોમાં યોગ દ્વારા સ્વસ્થ, સક્રિય અને ગુણવત્તાસભર જીવનશૈલી વિકસાવવાનો છે.

જિલ્લા વહીવટી તંત્ર અને યોગ બોર્ડ દ્વારા નાગરિકોને પોતાના નજીકના નિઃશુલ્ક યોગ વર્ગોમાં જોડાઈ નિયમિત યોગાભ્યાસ કરવા તેમજ તા. 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાગ લઈ યોગમય અને સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.

વધુ માહિતી માટે જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર વિશાલભાઈ ડાભી (મો. 8000826379) નો સંપર્ક કરી શકાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande