પાવીજેતપુર ગ્રામ પંચાયત ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ, વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા લોકોમાં ઉત્સાહ
છોટાઉદેપુર, 12 જૂન (હિ.સ.) : કેન્દ્ર સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પાવીજેતપુર ગ્રામ પંચાયત દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક નજીક આવેલી ગ્રામ પંચાયત કચેરી ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબ
શિબિર


શિબિર


શિબિર


છોટાઉદેપુર, 12 જૂન (હિ.સ.) : કેન્દ્ર સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પાવીજેતપુર ગ્રામ પંચાયત દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક નજીક આવેલી ગ્રામ પંચાયત કચેરી ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

શિબિરમાં આયુષ્માન ભારત કાર્ડ, રેશનકાર્ડ ઈ-કેવાયસી, વિધવા બહેનો માટે વિધવા પેન્શન યોજના, 60 વર્ષથી વધુ વયના નિરાધાર વૃદ્ધો માટે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના તેમજ બીપીએલ વર્ગના વરિષ્ઠ નાગરિકો માટે વય વંદના યોજનાના લાભ માટે જરૂરી કામગીરી કરવામાં આવી હતી. અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા લાભાર્થીઓને યોજનાઓ અંગે માર્ગદર્શન આપી જરૂરી દસ્તાવેજોની ચકાસણી અને અરજીઓની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જેતપુર જિલ્લા પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ જેતપુર, પાવી, વાવ, તારાપુર, રતનપુર, હિરપરી, વાકોલ, મેસરા, અનિયાદ્રી, મોટી રાશલી, શિહોદ, સિથોલ, કુકણા, સુસ્કાલ, પાલીયા, ઉમરવા, સજોડ, ખાંડીયા, અમાદર અને ઘૂંટણવડ સહિતના ગામોમાંથી લોકો શિબિરમાં પહોંચ્યા હતા. અનેક લાભાર્થીઓએ સ્થળ પર જ યોજનાઓનો લાભ મેળવવા માટે નોંધણી કરાવી હતી.

શિબિરને સફળ બનાવવા માટે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

ડેપ્યુટી સરપંચ અંકિત (મોન્ટુ) શાહે જણાવ્યું હતું કે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર વ્યક્તિ સુધી પહોંચે તે માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થાય છે. શિબિર દરમિયાન નાગરિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓએ યોજનાઓ અંગે માહિતી મેળવી લાભ મેળવવા પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande