ટાટા મોટર્સ 1 જુલાઇથી, પેસેન્જર વાહનોની કિંમતોમાં 1.5 ટકાનો વધારો કરશે
નવી દિલ્હી, 12 જૂન (હિ.સ.) ટાટા મોટર્સ લિમિટેડે આંતરિક કમ્બશન એન્જિન (આઈસીઈ) અને ઇલેક્ટ્રિક વાહનો (ઈવી) સહિત તેના પેસેન્જર વાહનોના ભાવમાં 1.5 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. ટાટા મોટર્સે શુક્રવારે, શેરબજારોને આપેલી નિયમનકારી ફાઇલિંગમાં જણા
ટાટા


નવી દિલ્હી, 12 જૂન (હિ.સ.) ટાટા મોટર્સ લિમિટેડે આંતરિક કમ્બશન એન્જિન (આઈસીઈ) અને ઇલેક્ટ્રિક વાહનો (ઈવી) સહિત તેના પેસેન્જર વાહનોના ભાવમાં 1.5 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે.

ટાટા મોટર્સે શુક્રવારે, શેરબજારોને આપેલી નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, આ કિંમતમાં સુધારો કાચા તેલના વધતા ખર્ચ અને સતત ફુગાવાના દબાણની અસરોને આંશિક રીતે સરભર કરવા માટે કરવામાં આવી રહ્યો છે. આ કિંમતમાં ફેરફાર મોડલ અને વેરિએન્ટના આધારે બદલાશે.

ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલ્સ આ ખર્ચમાં થયેલા વધારાનો મોટો હિસ્સો વહન કરી રહ્યું છે, પરંતુ તેની કેટલીક અસર આ ભાવ ગોઠવણ દ્વારા ગ્રાહકો પર પડી રહી છે, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. કંપનીએ જણાવ્યું હતું કે, કિંમતોમાં વધારો વિવિધ મોડેલો અને પ્રકારો માટે અલગ અલગ હશે.નવી કિંમતો 01 જુલાઈ 2026 થી લાગુ થશે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande