
સેપ્પા (અરુણાચલ પ્રદેશ), નવી દિલ્હી, 13 જૂન (હિ.સ.). અરુણાચલ પ્રદેશના સેપ્પા વિસ્તારમાં સર્જાયેલા એક દર્દનાક માર્ગ અકસ્માતમાં, આસામના લખીમપુર જિલ્લાના પાંચ યુવકોના મોત થયા છે.
મળતી માહિતી મુજબ, યુવકો જે વાહનમાં સવાર હતા, તે પહાડી રસ્તા પર અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું અને ઊંડી ખીણમાં ખાબક્યું. અકસ્માત એટલો ભીષણ હતો કે, તમામ પાંચેય યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
મૃતકોની ઓળખ અમદાજ અલી, બુલબુલ અલી, નૂર હુસૈન, સૈદુલ ઈસ્લામ અને અબુલ હુસૈન તરીકે થઈ છે. તમામ લખીમપુર જિલ્લાના નાવબોઈચા વિસ્તારના રહેવાસી હતા અને રોજગારી અર્થે અરુણાચલ પ્રદેશમાં રહેતા હતા.
આ દુઃખદ ઘટનાને પગલે મૃતકોના પરિવારો અને સ્થાનિક સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ