
ભાવનગર, 12 જૂન (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જનસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા ફક્ત ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો અહીંયા અલગ અલગ પાકનું વેચાણ કરવા માટે આવતા હોય છે. ખાસ કરીને મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં દર વર્ષે આવક નોંધાતી હોય છે, ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડને ડુંગળીનું હબ પણ ગણવામાં આવે છે.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 1609 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેના ભાવ 66 રૂપિયાથી 421 રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં 38 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ આજે સફેદ ડુંગળીના 754 કટ્ટા નું વેચાણ કરવામાં આવ્યું હતું. જેના ભાવ 213 રૂપિયાથી લઈને 293 રૂપિયા સુધી આજે રહ્યા હતા. સફેદ ડુંગળીના ભાવમાં ગઈકાલની સરખામણીએ 7 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 25062 નગ નારીયલ નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 550 રૂપિયાથી લઈને 2390 રૂપિયા સુધી રહ્યા હતા.
આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળી મગડી નો 1311 રૂપિયાથી લઈને 1654 રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે મગફળી દાણા નો ભાવ 935 રૂપિયા થી લઈને 1815 રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે મગફળી જી 20 નો ભાવ 1100 રૂપિયાથી 1390 રૂપિયા સુધી રહ્યો હતો. જ્યારે આજે 273 ગુણી મગફળીનું વેચાણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવ્યું હતું.
જ્યારે આજે મહુવા માર્કેટીંગ યાર્ડમાં કપાસની 29 ગાસડીનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 1200 રૂપિયાથી લઈને 1560 રૂપિયા સુધી રહ્યા હતા.આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાના 1354 કટ્ટા ની આવક નોંધાઈ હતી. તેના ભાવ 428 રૂપિયાથી લઈને 527 રૂપિયા સુધી રહ્યા હતા. આ સાથે જ આજે તલ સફેદ નો ભાવ 900 રૂપિયાથી લઈને 2572 રૂપિયા સુધી રહ્યો હતો, ત્યારે તલ કાળા નો ભાવ 650 રૂપિયાથી લઈને 3614 સુધી રહ્યો હતો. આજે 913 કટ્ટા તલની આવક નોંધાઈ હતી. સફેદ તલના ભાવમાં 2 રૂપિયાનો વધારો નોંધાયો હતો જ્યારે તલ કાળા ના ભાવમાં રૂપિયાનો 64 રૂપિયા નો ઘટાડો નોંધાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA