પોરબંદરમાં બાઈક પર થી પડી જતા વૃદ્ધનું કરુણ મોત.
પોરબંદર, 12 જૂન (હિ.સ.)પોરબંદર શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં એક કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. બિરલા ફેક્ટરી પાછળ દંગા વિસ્તારમાં રહેતા 74 વર્ષીય દેવીબેન અરશીભાઈ વાઘેલાનું મોટરસાયકલ પરથી નીચે પટકાઈ જવાથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.પ્રાપ્
પોરબંદરમાં બાઈક પર થી પડી જતા વૃદ્ધનું કરુણ મોત.


પોરબંદર, 12 જૂન (હિ.સ.)પોરબંદર શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં એક કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. બિરલા ફેક્ટરી પાછળ દંગા વિસ્તારમાં રહેતા 74 વર્ષીય દેવીબેન અરશીભાઈ વાઘેલાનું મોટરસાયકલ પરથી નીચે પટકાઈ જવાથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ દેવીબેન તેમના દીકરા સાથે મોટરસાયકલ પર જઈ રહ્યા હતા.દરમિયાન ઇન્દિરાનગર વિસ્તારમાં ભીમાભાઈની સ્કૂલ નજીક આવેલા ડાડાના મંદિર પાસે પહોંચતા તેમની તબિયત અચાનક લથડી ગઈ હતી.

જેના કારણે તેઓ મોટરસાયકલ પરથી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે પોરબંદર ની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પરંતુ તેમનું મોત થયું હતું. આ ઘટનાને લઈને કમલાબાગ પોલીસે તપાસ હાથ ધરી છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande