ઇન્વેસ્ટમેન્ટ ના નામે પોરબંદરની મહિલા સાથે 21 લાખ ની છેતરપીંડી.
પોરબંદર, 12 જૂન (હિ.સ.)પોરબંદરના મારુતિનગર-છાયા વિસ્તારમાં રહેતા જયાબેન અભુભાઈ વાઢેર સાથે ઈન્વેસ્ટમેન્ટના નામે રૂ. 21.71 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન
ઇન્વેસ્ટમેન્ટ ના નામે પોરબંદરની મહિલા સાથે 21 લાખ ની છેતરપીંડી.


પોરબંદર, 12 જૂન (હિ.સ.)પોરબંદરના મારુતિનગર-છાયા વિસ્તારમાં રહેતા જયાબેન અભુભાઈ વાઢેર સાથે ઈન્વેસ્ટમેન્ટના નામે રૂ. 21.71 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આ અંગે મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, અજાણ્યા શખ્સોએ વધુ નફો મેળવવાની લાલચ આપી ઈન્વેસ્ટમેન્ટ કરવાથી ટૂંકા સમયમાં મોટો નફો મળશે તેવી વાતોમાં વિશ્વાસ મૂકી મહિલાએ અલગ-અલગ યુપીઆઈ આઈડી તેમજ બેંક ખાતાઓમાં તબક્કાવાર કુલ રૂ. 21,71,220 જમા કરાવ્યા હતા. અંતે રકમ પરત ન મળતા અને સંપર્ક તૂટી જતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી.

આથી મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અલગ-અલગ યુપીઆઈ આઈડીના યુઝરો તથા ખાતાધારકો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ટ્રાન્ઝેક્શનની વિગતો, બેંક ખાતાઓ અને ડિજિટલ પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande