પાટણમાં યુથ કોંગ્રેસનો મોંઘવારી, ભ્રષ્ટાચાર અને નીટ પરીક્ષાના પેપર લીક મામલે ઉગ્ર વિરોધ
પાટણ, 12 જૂન (હિ.સ.) : પાટણ શહેરમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેશમાં વધતી મોંઘવારી, ભ્રષ્ટાચાર અને NEET પરીક્ષાના પેપર લીક મામલે સરકારની નિષ્ફળતા સામે કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી સૂત્રોચ
પાટણમાં યુથ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને NEET પરીક્ષાના પેપર લીક મામલે સરકારની નિષ્ફળતા સામે કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી.


પાટણમાં યુથ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને NEET પરીક્ષાના પેપર લીક મામલે સરકારની નિષ્ફળતા સામે કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી.


પાટણ, 12 જૂન (હિ.સ.) : પાટણ શહેરમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેશમાં વધતી મોંઘવારી, ભ્રષ્ટાચાર અને NEET પરીક્ષાના પેપર લીક મામલે સરકારની નિષ્ફળતા સામે કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો પાટણના ટીબી ત્રણ રસ્તા પાસે એકત્રિત થયા હતા. તેમણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પોસ્ટરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરો રોડ પર બેસી જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને બંને તરફ ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસે અંદાજે 6 યુથ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારબાદ ટ્રાફિક હટાવી માર્ગને ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande