કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મંગલભારતી દ્વારા મહિલાઓ માટે બેકરી આઈટમો બનાવટ માટેનો તાલીમ કાર્યક્રમ યોજાયો
છોટાઉદેપુર , 12 જૂન (હિ.સ.) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મંગલભારતી તથા આત્મા પ્રોજેકટ, છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે બોડેલી તાલુકાના બહેનો માટે બેકરી બનાવટોનો પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત બે દિવસીય કૃષિ વિજ્ઞ
તાલીમ કાર્યક્રમ


તાલીમ કાર્યક્રમ


તાલીમ કાર્યક્રમ


છોટાઉદેપુર , 12 જૂન (હિ.સ.) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મંગલભારતી તથા આત્મા પ્રોજેકટ, છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે બોડેલી તાલુકાના બહેનો માટે બેકરી બનાવટોનો પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત બે દિવસીય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મંગલભારતી ખાતે તાલીમ આપી અને ત્રણ દિવસ માટે બહેનોને આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતેની બેકરી શાળામાં પ્રાયોગીક તાલીમ માટે લઈ જવામાં આવ્યા હતા. જયાં બહેનોને વિવિધ પ્રકારની બેકરી બનાવટો જેવી કે, બ્રેડ, પાઉ, પફ, વિવિધ પ્રકારના બિસ્કીટો (ચોકલેટ બિસ્કીટ, ફરાળી બિસ્કીટ, અજમાના બિસ્કીટ), નાનખટાઈ, ખારી, પીઝા, બર્ગર અને કેક વગેરે બનાવતા બહેનોને શીખવવામાં આવ્યું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ હતો કે, મહિલા ખેડૂતો દ્વારા ઘરે નાના પાયા પર બેકરી બનાવટો બનાવી પોતાના ખોરાકમાં તેમજ બહાર વેચીને સ્વરોજગારી મેળવી શકે. આ કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ગૃહવિજ્ઞાનના વિષય નિષ્ણાંત શ્રીમતી લીનાબેન જોષીના માર્ગદર્શન હેઠળ આયોજીત થયો હતો.

આ તાલીમમાં બોડેલી તાલુકાના કુલ 23 બહેનોએ રસપૂર્વક ભાગ લઈ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરેલ હતી અને તેઓને બેકરી વિભાગ આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande