વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં વહેલી સવારે 4 રાઉન્ડ ફાયરિંગની ઘટના
વડોદરા, 12 જૂન (હિ.સ.) : વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં વહેલી સવારે ફાયરિંગની ઘટના બની છે. વહેલી સવારે આશરે 3:30 વાગ્યે રામરાજ હોટેલ પાસે ફાયરિંગ થયાની ફરિયાદ નોંધાઈ છે. પ્રાથમિક તપાસમાં જૂની અંગત અદાવતને કારણે ફાયરિંગ થયું હોવાનો પોલીસનો દા
4 rounds of firing incident in Kumbharwada area of Vadodara early in the morning


વડોદરા, 12 જૂન (હિ.સ.) : વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં વહેલી સવારે ફાયરિંગની ઘટના બની છે. વહેલી સવારે આશરે 3:30 વાગ્યે રામરાજ હોટેલ પાસે ફાયરિંગ થયાની ફરિયાદ નોંધાઈ છે.

પ્રાથમિક તપાસમાં જૂની અંગત અદાવતને કારણે ફાયરિંગ થયું હોવાનો પોલીસનો દાવો છે. ફરિયાદી સાજિદ શેખે સુફિયાન સિકંદરખાન પઠાણ અને તેના સાથીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું અને તેની સાથે આશરે 5 થી 7 સાગરીતો હાજર હતા. આરોપીઓ નશાની હાલતમાં હતા એવો પણ ફરિયાદીનો આક્ષેપ છે. ઘટનાની જાણ થતાં જ કુંભારવાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ડિટેઈન કરી વધુ તપાસ શરૂ કરી છે. સદનસીબે આ ફાયરિંગની ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી.

ફરિયાદી અને આરોપી વચ્ચે જૂની અંગત અદાવતને કારણે ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો.

ડીસીપી એન્ડ્રુ મેકવાનના જણાવ્યા અનુસાર, પોલીસે ત્વરિત એક્શન લઈને ચાર આરોપીઓને ડિટેન કરી લીધા છે અને ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમગ્ર મામલે પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે પાંડવે જણાવ્યું હતું કે, આરોપી અને ફરિયાદી વચ્ચે અગાઉ થયેલી મેટર બાબતે ચાર રાઉન્ડ ફાયરિંગ થયું છે. અને ફરિયાદના આધારે વધુ તપાસ તેજ કરી દેવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande