


છોટાઉદેપુર, 12 જૂન (હિ.સ.) : ગોલા ગામડી ગામે રાધે ધ ફેમિલી રેસ્ટોરન્ટની બહાર સરકાર દ્વારા સામૂહિક શૌચાલય અને ઠંડા પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સુવિધાઓ છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી.
આ સુવિધાઓ સ્થાનિક લોકો અને મુસાફરો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. સામૂહિક શૌચાલય સ્વચ્છતા જાળવવામાં મદદ કરશે, જ્યારે ઠંડા પાણીની પરબ ઉનાળામાં રાહત આપશે.
આ પ્રસંગે બાદરપુર જિલ્લા પંચાયતના સભ્ય જશોદાબેન તડવી, ગોલા ગામડી ગામના સરપંચ નિરવભાઈ તડવી, ભારતીય જનતા પાર્ટી સંખેડા તાલુકા પ્રમુખ જયમીનભાઈ પટેલ, મહામંત્રી દેવશીભાઈ અને શૈલેષભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, ભાજપના ઉચ્ચ કાર્યકર્તાઓ રાજેશભાઈ, વિનોદભાઈ સકસેના, જયેશભાઈ રોય, તાલુકા પંચાયત સભ્યો શંકરભાઈ, હસમુખભાઈ, રશ્મિભાઈ, નરપતસિંહભાઈ, સરપંચ ભુદરભાઈ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રાહુલભાઈ, લઘુમતી મોરચા પ્રમુખ મકસૂદભાઈ રાઠોડ, સંખેડા તાલુકા પંચાયત અધિકારી અને સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ગામજનો અને ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ