
જુનાગઢ, 12 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે તા. ૧૦ જૂનના રોજ નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ ભરતીમેળામાં જૂનાગઢ જિલ્લાના ૨૦૦૦ થી વધુ ઉમેદવારોને ઈ-મેઇલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી કુલ ૬૫ થી વધુ ઉમેદવારો હાજર રહયા હતા.
આ ભરતીમેળામાં ઉપસ્થિત તમામ નોકરી દાતા કંપનીઓ દ્વારા ખાલી રહેલ જગ્યા તેમજ મહેનતાણુ અન્ય લાભો અને સુવિધાઓથી ઉમેદવારોને માહિતગાર કર્યા હતા. નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં હાજર રહેલ પૈકી ૪૫ જેટલા ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. તદ ઉપરાંત રોજગાર કચેરીના કર્મચારી દ્વારા રોજગાર કચેરીની સેવાઓ તથા રોજગારવાંચ્છુ ઉમેદવારોને મોટીવેશન આપી કારકિર્દી માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ