
નવી દિલ્હી, 13 જૂન (હિ.સ.) કોંગ્રેસે પેપર લીક, પરીક્ષામાં ગેરરીતિઓ અને બેરોજગારીના મુદ્દે કેન્દ્ર સરકાર સામે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. પક્ષના જણાવ્યા અનુસાર, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી 17 જૂનથી દેશના વિવિધ શહેરોમાં વિદ્યાર્થી સંમેલનોની શ્રેણી શરૂ કરશે, જેમાં વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉમેદવારો, શિક્ષકો અને યુવા સંગઠનોના પ્રતિનિધિઓ સામેલ થશે.
કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે, શનિવારે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, અભિયાનના પ્રથમ તબક્કા હેઠળ રાહુલ ગાંધી 17 જૂને કોટા, 10 જુલાઈએ પ્રયાગરાજ, 11 જુલાઈએ પટના અને 14 જુલાઈએ દિલ્હીમાં વિદ્યાર્થી સંમેલનોને સંબોધિત કરશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ