પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સુન કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ.
પોરબંદર, 20 જૂન (હિ.સ.)પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સુન કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ચોમાસા પૂર્વે કરવામાં આવેલી તૈયારીઓ, સંભવિત વરસાદી પરિસ્થિતિમાં રાહત અને
પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સુન કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ.


પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સુન કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ.


પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સુન કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ.


પોરબંદર, 20 જૂન (હિ.સ.)પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સુન કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ચોમાસા પૂર્વે કરવામાં આવેલી તૈયારીઓ, સંભવિત વરસાદી પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી, ડ્રેનેજ વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, પાણી નિકાલ, વીજ પુરવઠો, માર્ગ વ્યવસ્થા, આશ્રય સ્થાનો, તેમજ સર્પદંશ, વાયરલ ડિસીઝ અને પાણી તથા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

પ્રભારી મંત્રીએ અધિકારીઓને ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તમામ જરૂરી પૂર્વ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા સૂચના આપી હતી. તેમણે તાલુકા કક્ષાએ પણ સમીક્ષા બેઠકો યોજી ભૂતકાળના અનુભવોના આધારે આગોતરી આયોજન સાથે કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.

મંત્રીએ વિવિધ વિભાગો વચ્ચે સુમેળ અને સંકલન જાળવી અસરકારક કામગીરી સુનિશ્ચિત કરવા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ સતર્કતા રાખવા ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન મુજબ વિકાસ અને બાંધકામના દરેક કાર્યમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ન થવી જોઈએ.વધુમાં મંત્રીએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની (PGVCL)ને કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રાખવા, જર્જરિત વીજ વાયરો બદલવા તેમજ વૃક્ષોની ડાળીઓનું કટીંગ કરવાની કામગીરીને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો.

મંત્રીએ માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા ખલાસીઓ અને ગામડાઓમાં મજૂરોને ઈ-શ્રમ કાર્ડ આપવાની કામગીરી ઝડપી બનાવવા તેમજ માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય તે માટે વાહનોમાં પાછળના ભાગે રિફ્લેક્ટર લગાવવાની કામગીરી કરવા જરૂરી સૂચનો કર્યા હતાં.

બેઠક દરમિયાન ડિઝાસ્ટર મામલતદાર અનુરાગ લાડાણીએ જિલ્લાના પ્રિ-મોન્સુન એક્શન પ્લાન, આપત્તિ વ્યવસ્થાપન વ્યવસ્થા તેમજ વિવિધ વિભાગોની તૈયારીઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

આ બેઠકમાં સર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા,મેયર સાગરભાઈ મોદી, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મનપા કમિશનર હસમુખ પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા બી.યુ. જાડેજા, ડીસીએફ ચિરાગ ચાંદગુડે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, રાણાવાવ તાલુકા પંચાયત પ્રમુખ જયેશભાઈ ભૂતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, અગ્રણી રમેશભાઈ પટેલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande