સોમનાથ એસઓજીની મોટી કાર્યવાહી : લોઢવા ગામની સીમમાંથી 8. લાખથી વધુ કિંમતનો 16.767 કિલો ગાંજો ઝડપાયો
સોમનાથ, 23 જૂન (હિ.સ.) ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના દૂષણને નાથવા માટે ચાલી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત ર સોમનાથ જિલ્લા એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) પોલીસને મહત્વની સફળતા મળી છે. સુત્રાપાડા પોલીસ મથક વિસ્તાર હેઠળના લોઢવા ગામની સીમમાં દરોડા દ
સોમનાથ એસઓજીની મોટી કાર્યવાહી : લોઢવા ગામની સીમમાંથી 8. લાખથી વધુ કિંમતનો 16.767 કિલો ગાંજો ઝડપાયો


સોમનાથ, 23 જૂન (હિ.સ.) ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના દૂષણને નાથવા માટે ચાલી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત ર સોમનાથ જિલ્લા એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) પોલીસને મહત્વની સફળતા મળી છે. સુત્રાપાડા પોલીસ મથક વિસ્તાર હેઠળના લોઢવા ગામની સીમમાં દરોડા દરમિયાન પોલીસે રૂ. 8.38.350 કિંમતનો 16.767 કિલોગ્રામ લીલો અને સૂકો ગાંજો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે.

રાજ્યભરમાં ગાંજો, ચરસ તથા અન્ય નશીલા પદાર્થોના વેચાણ, હેરફેર અને વાવેતર સામે વિશેષ ડ્રાઇવ ચાલી રહી છે. આ અભિયાનના ભાગરૂપે એસઓજીની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી હતી.

22 જૂન, 2026ના રોજ એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એચ. સુવાના નેતૃત્વમાં એસઓજીની ટીમ સુત્રાપાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એસઓજીના બાતમી મળી હતી કે લોઢવા ગામની “વેકરાનો પા” નામની સીમમાં આવેલા હનુમાન મઢી નજીક એક વ્યક્તિ પોતાના કબ્જાવાળા ફળિયામાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે પંચ સાક્ષીઓની હાજરીમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ રેઇડ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીના કબ્જા-ભોગવટાના સ્થળેથી 16.767 કિલોગ્રામ વજનનો લીલો અને સૂકો ગાંજો મળી આવ્યો હતો. ઉપરાંત એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન પણ કબ્જે લેવામાં આવ્યો હતો.

પોલીસે કુલ રૂ. 8,42,350નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જેમાં રૂ. 8,38,350 કિંમતનો ગાંજો અને રૂ. 4,000 કિંમતનો મોબાઇલ ફોન સામેલ છે.

આ કેસમાં લોઢવા ગામની વેકરાનો પા સીમમાં રહેતા 60 વર્ષીય વિક્રમભાઈ ઓઘડભાઈ ભોળાની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આરોપી પોતાના રહેણાંક સ્થળે ગાંજાનો જથ્થો સંગ્રહ કરી છૂટક વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે.

આરોપી વિરુદ્ધ સુત્રાપાડા પોલીસ મથકે એન.ડી.પી.એસ. એક્ટનીહેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલો ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેની સપ્લાય ચેઇન શું હતી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande