અમેરિકાએ જી-7 સમિટ દરમિયાન ભારત વિરોધી કાર્યો કર્યા, પરંતુ મોદીએ વળતો પ્રહાર ન કર્યો: કોંગ્રેસ
નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.). કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ફ્રાન્સના એવિયનમાં 15-17 જૂન દરમિયાન યોજાયેલી જી-7 શિખર સંમેલન દરમિયાન અમેરિકા દ્વારા ''યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડ''નું નામ બદલવા, નકશામાં પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર (પીઓકે) પાકિસ્તાનનો ભાગ
કોંગ્રેસના મીડિયા વિભાગના વડા પવન ખેડા


નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.). કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ફ્રાન્સના એવિયનમાં 15-17 જૂન દરમિયાન યોજાયેલી જી-7 શિખર સંમેલન દરમિયાન અમેરિકા દ્વારા 'યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડ'નું નામ બદલવા, નકશામાં પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર (પીઓકે) પાકિસ્તાનનો ભાગ દર્શાવવા અને ભારતીયો માટે વિઝા બંધ કરવા જેવા ભારત વિરોધી કાર્યો કરવામાં આવ્યા હતા. આમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા ન હતા.

કોંગ્રેસના મીડિયા વિભાગના વડા પવન ખેડાએ શનિવારે પક્ષના મુખ્યાલય ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ મુલાકાત દરમિયાન ભારતના હિતોની વિરુદ્ધ ત્રણ મોટી બાબતો બની હતી. પ્રથમ એ કે અમેરિકાએ 'યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડ'નું નામ બદલીને 'યુએસ પેસિફિક કમાન્ડ' કરી દીધું. બીજું, અમેરિકાએ પોતાના નકશામાં પીઓકેના ભાગને પાકિસ્તાનનો દર્શાવ્યો. ત્રીજી અને સૌથી ગંભીર બાબત એ રહી કે અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે જુલાઈ 2026ના વિઝા બુલેટિનમાં ભારતીયો માટે ઇબી-2 અને ઇબી-5 વિઝા બંધ કરી દીધા.

તેમણે આરોપ લગાવ્યો કે, મોદીએ ટ્રમ્પ સમક્ષ દેશ સાથે જોડાયેલા સંવેદનશીલ અને મહત્વના મુદ્દાઓ પર સંપૂર્ણ મૌન સેવ્યું હતું. અમેરિકાએ ભારતના મહેમાન રહેલા 'આઈઆરઆઈએસ દેના' ને ડૂબાડી દીધું હતું, પરંતુ કમનસીબે વડાપ્રધાને ટ્રમ્પને આ અંગે પણ કોઈ પ્રશ્ન પૂછ્યો ન હતો.

ખેડાએ જણાવ્યું હતું કે, વર્ષ 1986માં 'વોઇસ ઓફ અમેરિકા' શ્રીલંકામાં ભારતીય સરહદની બિલકુલ નજીક પોતાનું ટ્રાન્સમીટર લગાવવા માંગતું હતું, પરંતુ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ દેશની સાર્વભૌમત્વને ધ્યાનમાં રાખીને આવું થવા દીધું ન હતું. બીજી તરફ, રાજદ્વારી દેવયાની ખોબરાગડેના કેસમાં ડૉ. મનમોહન સિંહે વડાપ્રધાન તરીકે અમેરિકાને જે કડક સંદેશ આપ્યો હતો, તેનાથી સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું હતું. પાકિસ્તાનને એફએટીએફ (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોસ)ની ગ્રે લિસ્ટમાં લાવનારી યુપીએ સરકાર હતી, પરંતુ આજે ટ્રમ્પ 'ઓપરેશન સિંદૂર' પછી પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીરને ડિનર પર આમંત્રિત કરે છે.

તેમણે કહ્યું કે, મુલાકાત દરમિયાન ટ્રમ્પનું આ નિવેદન કે 'મોદી વડાપ્રધાન હશે ત્યાં સુધી જો કોઈ ભારત પર હુમલો કરશે તો અમેરિકા મદદ કરશે', એવું હતું જાણે આપણે અમેરિકાના આધીન હોઈએ. ભારતે હંમેશા પોતાના દમ પર અનેક યુદ્ધો જીત્યા છે. અમેરિકાએ આપણા ત્રણ નાવિકોની હત્યા કરી નાખી અને ટ્રમ્પે ખેદ પણ વ્યક્ત ન કર્યો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande