
- મુખ્યમંત્રી ડૉ. યાદવને મળ્યા હિંદુસ્તાન કોકા-કોલા બેવરેજેસના મુખ્ય કાર્યકારી અધિકારી હેમંત રૂપાણી
ભોપાલ, નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.) હિંદુસ્તાન કોકા-કોલા ગ્રુપ મધ્ય પ્રદેશમાં 300 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યું છે. આ માહિતી મંગળવારે કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી હેમંત રૂપાણીએ મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ સાથેની મુલાકાત દરમિયાન આપી હતી.
વાસ્તવમાં, હિંદુસ્તાન કોકા-કોલા બેવરેજેસના મુખ્ય કાર્યકારી અધિકારી હેમંત રૂપાણીએ આજે ભોપાલ પ્રવાસ દરમિયાન મંત્રાલય પહોંચી મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ સાથે સૌજન્ય મુલાકાત કરી. આ દરમિયાન તેમણે રાજ્ય સરકારની ઉદ્યોગમિત્ર નીતિઓની પ્રશંસા કરતાં જણાવ્યું કે હિંદુસ્તાન કોકા-કોલા ગ્રુપ મધ્ય પ્રદેશમાં 300 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. આથી રોજગારના અવસરો સર્જાશે.
મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ડૉ. યાદવે રૂપાણીને પ્રદેશમાં ખાદ્ય પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવા માટે ચલાવવામાં આવી રહેલી યોજનાઓ અને પ્રવૃત્તિઓની માહિતી આપી. આ દરમિયાન હિંદુસ્તાન કોકા-કોલાના નેશનલ હેડ વિવેક ઝા, રાજ્ય પ્રમુખ અશ્વિની ઈયલેને તથા ઔદ્યોગિક નીતિ અને રોકાણ પ્રોત્સાહન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત હતા.
ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના પીલુખેડી સ્થિત ઔદ્યોગિક વિસ્તારમાં હિંદુસ્તાન કોકા-કોલા બેવરેજેસની એકાઈ પહેલેથી જ કાર્યરત છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ