
નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.). ભારતે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીની ધમકી ને આંતરિક મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવ્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે, મંગળવારે અહીં સાપ્તાહિક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આવા નિવેદનો પાકિસ્તાનની પોતાની નિષ્ફળતાઓને છુપાવવા અને માનવાધિકારોના ઉલ્લંઘન પરથી ધ્યાન ભટકાવવાના હતાશાભર્યા પ્રયાસો છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે તાજેતરમાં ચેતવણી આપી હતી કે, પાણીની સુરક્ષાને લગતા ખતરાઓને કારણે સિંધુ જળ સંધિને લઈને યુદ્ધ થઈ શકે છે. પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે 1960ની જળ સંધિને સ્થગિત કરી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, અમે આ મનઘડંત દાવાઓને સંપૂર્ણપણે અને કડકાઈથી નકારી કાઢીએ છીએ. પાકિસ્તાનના ગેરકાયદે અને બળજબરીથી કબજામાં આવેલા વિસ્તારોમાં થઈ રહેલા વિરોધ-પ્રદર્શનો પાકિસ્તાનની દાયકાઓ જૂની નીતિઓનું પરિણામ છે, જેમાં વ્યવસ્થિત આર્થિક શોષણ, મૂળભૂત અધિકારોથી વંચિત રાખવું અને વહીવટી દમન સામેલ છે. આ વિસ્તારોમાં પાકિસ્તાને પોલીસની બર્બરતા, જરૂરી વસ્તુઓ અને દવાઓની સપ્લાય રોકવી, ઇન્ટરનેટ બંધ કરવું અને નિઃશસ્ત્ર નાગરિકો સામે જાનલેવા બળનો ઉપયોગ કરીને પ્રતિક્રિયા આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ