
નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.) વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે, શ્રીલંકાના વિદેશ મંત્રી બત્ત્સેત્સેગ બત્તમંખ તથા ઉદ્યોગ અને ખનન મંત્રી ગોંગોર ડમદિનન્યામ સાથે મંગળવારે મંગોલિયામાં 'મંગોલ રિફાઈનરી પ્રોજેક્ટ'ના નિર્માણ સ્થળની મુલાકાત લીધી અને કામની પ્રગતિનો તાગ મેળવ્યો.
ડૉ. જયશંકરે એક્સ પર કહ્યું, ભારત-મંગોલિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અને મિત્રતાના પ્રતીક સમાન આ અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું કામ ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે.
આ દરમિયાન વિદેશ મંત્રીએ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી વિવિધ ટીમો સાથે બેઠક કરી અને અત્યાર સુધી થયેલા કામની સમીક્ષા કરી.
ડૉ. જયશંકરે રિફાઈનરી પ્રોજેક્ટના સ્થળે કામ કરતા ભારતીય અને મંગોલિયન કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી. તેમણે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ આટલા મોટા અને જટિલ પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા માટે કાર્યરત કર્મચારીઓના સમર્પણ, કઠોર પરિશ્રમ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ