દેશના 780 જિલ્લાઓમાં 3 કરોડથી વધુ લોકોએ કર્યો યોગ
નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.) 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે આ વખતે દેશ અને દુનિયાભરમાં રેકોર્ડ ભાગીદારી જોવા મળી. આયુષ મંત્રાલય અનુસાર દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 780 જિલ્લાઓમાં 3.07 કરોડથી વધુ લોકોએ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો. જ્
યોગ દિવસ પર યોગ કરતા લોકો


નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.) 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે આ વખતે દેશ અને દુનિયાભરમાં રેકોર્ડ ભાગીદારી જોવા મળી. આયુષ મંત્રાલય અનુસાર દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 780 જિલ્લાઓમાં 3.07 કરોડથી વધુ લોકોએ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો. જ્યારે 7.64 લાખથી વધુ સંસ્થાઓએ આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં ભાગ લીધો.

આ વર્ષે યોગ દિવસની થીમ “સ્વસ્થ આયુ માટે યોગ” રહી.

મંગળવારે આયુષ મંત્રાલયે જાહેરાત કરીને જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ પર આયોજિત મુખ્ય કાર્યક્રમમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું, જેમાં લગભગ 35 હજાર લોકોએ ભાગ લીધો.

યોગ દિવસનો ઉત્સાહ ભારતની સીમાઓથી પરે પણ જોવા મળ્યો. અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઈજિપ્ત સહિત અનેક દેશોમાં યોગ કાર્યક્રમો યોજાયા. યુનાઇટેડ નેશન મુખ્યાલય, ન્યૂયોર્ક સહિત વિશ્વના મુખ્ય શહેરોમાં લોકોએ યોગ કરીને આરોગ્ય અને સૌહાર્દનો સંદેશ આપ્યો.

દેશભરમાં પણ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોએ વિશેષ યોગ સત્રો યોજાયા. તેમાં લાલકિલ્લો, કોનાર્ક, સૂર્ય મંદિર, હમ્પી, ગેટવે ઑફ ઈન્ડિયા, ચારમિનાર અને નાલંદા મહાવીહાર જેવા પ્રતિષ્ઠિત સ્થળો સામેલ રહ્યા.

આયુષ મંત્રાલયે જણાવ્યું કે, યોગ સંગમ પોર્ટલ પર દેશભરમાંથી 7.46 લાખથી વધુ તસવીરો અપલોડ કરવામાં આવી અને 2.66 લાખથી વધુ સહભાગિતા પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા. પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આસામ અને ઉત્તર પ્રદેશ સંગઠનાત્મક ભાગીદારીમાં અગ્રણી રહ્યા.

રક્ષા મંત્રાલયે પણ સિયાચિન ગ્લેશિયરથી લઈને કન્યાકુમારી અને દરિયાઈ વિસ્તારો સુધી યોગ કાર્યક્રમો યોજ્યા. જ્યારે, રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સના 83 લાખથી વધુ કેડેટોએ 5,000થી વધુ સ્થળોએ સામૂહિક યોગ સત્રોમાં ભાગ લીધો.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / અનુપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande